Kedarnath Yatra 2024: બાબા કેદારનાથના જયઘોષ સાથે ખૂલ્યા કપાટ, પ્રથમ VIDEO આવ્યો સામે

Char Dham Yatra: શિવભક્તો માટે આજનો દિવસ મોટો છે. 6 મહિનાથી બંધ રહેલા કેદારનાથ ધામના (Kedarnath Dham) દરવાજા ખુલી ગયા છે. આજે, અક્ષય તૃતીયા પર, કેદારનાથ ધામના દરવાજા ફરી એકવાર શ્રદ્ધાળુઓ માટે સવારે 7 વાગ્યાથી ખોલવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરને લગભગ 40 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સીએમ પુષ્કર સિંહ ધામી પણ અહીં હાજર હતા.

 Kedarnath Yatra

શિવભક્તોની લાંબી લાઇન લાગી

follow google news

ચાર ધામનું તાપમાન શૂન્ય ડિગ્રી છે. દિવસ દરમિયાન તાપમાન 0 થી 3 ડિગ્રીની આસપાસ રહે છે અને રાત્રે તાપમાન માઈનસ થઈ જાય છે. છતાં શિવ ભક્તોની આસ્થા અને ભક્તિ અકબંધ છે અને મહાદેવ પરની અતૂટ શ્રદ્ધા સાથે લોકો બાબા કેદાનાથના દર્શન માટે ઉમટી રહ્યા છે. ચાર ધામમાં હાલમાં (Chardham Yatra 2024 Kapat Open) લગભગ 10 હજાર ભક્તો હાજર છે. ગૌરીકુંડ સુધી ભક્તો ઉમટી પડ્યા છે. બાબા કેદારના દર્શન માટે પણ શિવભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. બર્ફની ચાદરથી ઢકાયેલા પહાડો વચ્ચે બાબા કેદારનો જયઘોષ ગુંજી રહ્યો છે. 

ચાર ધામની યાત્રા શરૂ

આ સાથે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ પણ આજે ખુલશે. સવારે 10.29 કલાકે ગંગોત્રીના દરવાજા ખોલવામાં આવશે. જ્યારે યમુનોત્રીના દરવાજા ભક્તો માટે બપોરે 12.25 કલાકે દર્શન માટે ખુલશે. બદ્રીનાથના દર્શન માટે ભક્તોએ વધુ 2 દિવસ રાહ જોવી પડશે કારણ કે 12 મેના રોજ સવારે 6 વાગ્યાથી બદ્રીનાથના દરવાજા ખુલશે. ભક્તો માટે સારા સમાચાર એ છે કે ચારધામ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે પરંતુ હવામાન વિભાગે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તરકાશી, ટિહરી, પૌરી, રૂદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ, અલ્મોડામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે.

    follow whatsapp