Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

Janmashtmi 2024: આજે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ શ્રી કૃષ્ણના મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોનો ધસારો જોવા મળે છે. દેશમાં ભગવાન કૃષ્ણના અસંખ્ય મંદિરો છે, જ્યાં ભક્તો જઈને ભગવાનની વિધિવત પૂજા કરે છે.

Janmashtami

Janmashtami

follow google news

Janmashtmi 2024: આજે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ શ્રી કૃષ્ણના મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોનો ધસારો જોવા મળે છે. દેશમાં ભગવાન કૃષ્ણના અસંખ્ય મંદિરો છે, જ્યાં ભક્તો જઈને ભગવાનની વિધિવત પૂજા કરે છે. આવો અમે તમને જન્માષ્ટમીના શુભ અવસર પર ભગવાન કૃષ્ણના 10 સૌથી લોકપ્રિય અને ભવ્ય મંદિરો વિશે જણાવીએ.

પ્રેમ મંદિર (વૃંદાવન)- વૃંદાવનમાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેમ મંદિર ખૂબ જ ભવ્ય છે. રાત્રે આ મંદિરનો નજારો વધુ સુંદર લાગે છે. આ જ કારણ છે કે રાત્રે પણ અહીં ભક્તોની ભીડ ઓછી થતી નથી. પ્રેમ મંદિરની સજાવટ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી છે. તેની નજીક બાંકે બિહારી મંદિર પણ આવેલું છે.

ઈસ્કોન મંદિર (વૃંદાવન) - ભગવાન કૃષ્ણનું ઇસ્કોન મંદિર દેશભરમાં ઘણી જગ્યાએ સ્થાપિત છે. પરંતુ વૃંદાવનના ઈસ્કોન મંદિરનો મહિમા આમાં વિશેષ છે. વૃંદાવનના ઇસ્કોન મંદિરનું નિર્માણ વર્ષ 1975માં કરવામાં આવ્યું હતું. વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં વર્ષભર ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમીના શુભ અવસર પર અહીંનો નજારો વધુ ભવ્ય બની જાય છે.

જગન્નાથ મંદિર (પુરી, ઓરિસ્સા) - પુરી, ઓરિસ્સામાં આવેલું જગન્નાથ મંદિર પણ ભગવાન કૃષ્ણના લોકપ્રિય મંદિરોમાંનું એક છે. પુરીમાં બનેલું જગન્નાથ મંદિર 800 વર્ષથી પણ વધુ જૂનું છે. જગન્નાથ મંદિરના શિખર પર સ્થિત ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આ ખૂબ જ રહસ્યમય મંદિર છે. અહીં આયોજિત જગન્નાથની રથયાત્રામાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

શ્રીનાથજી મંદિર (નાથદ્વારા, રાજસ્થાન): રાજસ્થાનના નાથદ્વારામાં સ્થિત શ્રીનાથજી મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે આ મંદિરની મૂર્તિઓને મેવાડના રાજાએ ઔરંગઝેબ પાસેથી ગોવર્ધન પહાડોમાંથી બચાવીને લાવ્યા હતા. આ મંદિર તેની શિલ્પો અને કલાકૃતિઓ માટે પણ જાણીતું છે.

બાલકૃષ્ણ મંદિર (હમ્પી, કર્ણાટક) - દક્ષિણ ભારતના કર્ણાટકના હમ્પી શહેરમાં સ્થિત બાલકૃષ્ણ મંદિર ખૂબ જ અનોખી રીતે બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું નામ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ વેબસાઈટ પર પણ લિસ્ટ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ છે.

ઇસ્કોન મંદિર (બેંગલુરુ) - ભારતનું સૌથી મોટું ઇસ્કોન મંદિર બેંગલુરુમાં છે. એવું કહેવાય છે કે આ મંદિર વર્ષ 1997માં બનાવવામાં આવ્યું હતું, જેનો હેતુ વૈદિક અને ધાર્મિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો. આ મંદિરમાં માત્ર ભારતના ખૂણે-ખૂણેથી લોકો જ નથી આવતા, પણ વિદેશીઓ પણ અહીં દર્શન માટે આવે છે.

ઉડુપી શ્રી કૃષ્ણ મઠ (કર્ણાટક) - કર્ણાટકમાં સ્થિત ભગવાન કૃષ્ણનું આ મંદિર 13મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર સાથે જોડાયેલી એક ખાસ વાત છે કે આ મંદિરની નજીક આવેલા તળાવના પાણીમાં મંદિરનું પ્રતિબિંબ દેખાય છે.

શ્રી રણછોડરાયજી મંદિર (ડાકોર) - ડાકોરમાં ગોમતી નદીના કિનારે બંધાયેલ ભગવાન કૃષ્ણનું આ ભવ્ય મંદિર ધાર્મિક સ્થળોમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ મંદિરમાં સોનાના 8 ગુંબજ અને 24 બુર્જ છે. આ મંદિરની નજીક લક્ષ્મી માતાનું મંદિર પણ છે.

    follow whatsapp