કેટલા દિવસ સુધી પહેરી રાખવી જોઈએ રાખડી? જાણો જ્યોતિષ શાસ્ત્રનો આ નિયમ

Raksha Bandhan 2024: દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બપોરના દોઢ વાગ્યા સુધી તો ભદ્રા કાળ હોવાથી બહેનોએ 2 વાગ્યે ભાઈઓના કાંડામાં રાખડી બાંધવાનું શરૂ કર્યું હતું અને તહેવારની ઉજવણી કરી હતી.

Raksha Bandhan 2024

કેટલા દિવસ સુધી પહેરી રાખવી જોઈએ રાખડી?

follow google news

Raksha Bandhan 2024: દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બપોરના દોઢ વાગ્યા સુધી તો ભદ્રા કાળ હોવાથી બહેનોએ 2 વાગ્યે ભાઈઓના કાંડામાં રાખડી બાંધવાનું શરૂ કર્યું હતું અને તહેવારની ઉજવણી કરી હતી. રક્ષા બંધનના તહેવાર બાદ હવે ઘણા લોકો રાખડી ક્યાં સુધી પહેરી રાખવી એને લઈને મૂંઝવણમાં છે. ત્યારે આજે અમે આપને આ અંગે પણ વિગતવાર જણાવીશું..

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે નિયમો

- જ્યોતિષ શાસ્ત્રમાં રાખડી બાંધવાના સમયગાળાને લઈને નિયમો જણાવવામાં આવ્યા છે. જો આપણે ખરાબ મુહૂર્તમાં રાખડી બાંધીએ તો ઘરમાં ખરાબ શુકન આવવા લાગે છે તેવું જ્યોતિષનું કહેવું છે. 

- આ સાથે જ જ્યોતિષના મતે હાથ પર રાખડી બાંધ્યા પછી તેને ઓછામાં ઓછા 24 કલાક એટલે કે આખો દિવસ પહેરવી જોઈએ. જો પહેલા રાખડી કાઢી નાખવામાં આવે તો ભાઈ-બહેન બંનેને તેનો શુભ લાભ મળતો નથી.

- આ ઉપરાંત દેશના ઘણા એવા વિસ્તારો છે પણ છે, જ્યાં રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી સુધી રાખડી બાંધવાની પરંપરા છે. જો તમે ઈચ્છો તો તમે તેને અનુસરી શકો છો. જોકે, તે શાસ્ત્રીય નિયમ નથી.

- જ્યોતિષના મતે પિતૃ પક્ષની શરૂઆત પહેલા હાથ પર બાંધેલી રાખડી ફરજિયાતપણે ઉતારી દેવી જોઈએ. જો આવું કરવામાં ન આવે તો તે અશુદ્ધ થઈ જાય છે, જેની નકારાત્મક અસર સમગ્ર પરિવાર પર પડે છે. ઘરમાં વાસ્તુ દોષનો ખતરો વધી જાય છે. 

- રાખડી ઉતાર્યા બાદ તેને કચરાપેટીમાં કે રસ્તા પર ન ફેંકવી જોઈએ. તેને નદી, સ્વચ્છ તળાવ કે કેનાલમાં વહેવડાવવી જોઈએ.

નોંધ: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. આને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

    follow whatsapp