Shiva Purana Na Upay: વેદ વ્યાસ રચિત 18 પુરાણોમાં શિવ પુરાણનું ઘણું મહત્વ છે. આ પવિત્ર ગ્રંથનું વાંચન અને શ્રવણ કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા આવે છે અને સૌભાગ્ય-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પિતૃ દોષથી મનુષ્યનું જીવનમાં હંમેશા ધન સંકટ, સ્વાસ્થ્ય સમસ્યાઓ, મતભેદ અને તણાવ રહે છે. ચાલો જાણીએ આ પુરાણમાં જણાવવામાં આવેલા કેટલાક ખાસ ઉપાય, જેનાથી ન માત્ર પિતૃ દોષથી મુક્તિ મળે છે, પરંતુ જીવનની તમામ બાધાઓ અને અડચણો પણ દૂર થાય છે.
ADVERTISEMENT
રોગ મુક્તિના ઉપાય
શિવ પુરાણ મુજબ, જેમને કોઈ એવી બીમારી અથવા રોગ હોય છે જેને ડૉક્ટર પણ યોગ્ય રીતે સમજી શકતા નથી. અનેક સારવાર કરાવ્યા બાદ પણ તે ઠીક ન થઈ રહી હોય, તો તમે શિવલિંગ પર દેશી ઘીને ગંગાજળમાં મિક્સ કરીને અર્પિત કરો. તેનાથી નવી અથવા જૂની તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે.
ધન-એશ્વર્ય પ્રાપ્તિના ઉપાય
જો તમે ધન-એશ્વર્ય મેળવવા માંગો છો, તો તમે દરરોજ રાતે 11થી 12 વાગ્યાની વચ્ચે શિવલિંગની સામે 1 દિપ પ્રગટાવો. શિવ સ્તોત્રના પાઠ કરો. શિવ પુરાણનો આ ઉપાય ધન, વૈભવ, અને એશ્વર્યની પ્રાપ્તિમાં મદદગાર સાબિત થઈ શકે છે.
પિતૃ દોષથી મુક્તિના ઉપાય
પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે સ્વચ્છ અને ઠંડા પાણીમાં જવ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો. આ ઉપાયો દરરોજ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને તેના કારણે જીવનમાં આવતી તમામ બાધાઓ પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે.
દેવાથી છુટકારો મેળવવાના ઉપાય
જો તમે બેંક અથવા કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી છે, તેની EMI ચૂકવવા માટે સક્ષમ નથી અથવા દેવાથી સંપૂર્ણપણે મુક્ત થવા માંગતા હોવ, તો દરરોજ અક્ષતને પાણીમાં ભેળવીને શિવલિંગનો અભિષેક કરો. શિવપુરાણના આ ઉપાયથી ઋણમાંથી મુક્તિ મળશે અને ધન પ્રાપ્તિનો માર્ગ પણ ખુલશે.
ADVERTISEMENT