તમે ઘણા લોકોના હાથ, પગ અને ગળામાં કાળો દોરો બાંધલો જોયા હશે. કાળો દોરો તમારા જીવન પર સકારાત્મક અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કાળો દોરો શનિદેવ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં તને બાંધવાથી નકારાત્મક ઉર્જા નજીક આવતી નથી. આ લેખમાં ચાલો સમજીએ કે કાળો દોરો પહેરવાથી શું અસર થાય છે.
ADVERTISEMENT
કાળો દોરો પહેરવાના ફાયદા
– કાળો દોરો પહેરવાથી કુંડળીમાં શનિ દોષ દૂર થાય છે. તે તમારી ઉપર પડતી નકારાત્મક અસરોને દૂર કરે છે, જેનાથી આવનારી સમસ્યાઓને દૂર કરી શકાય. જો તમારી આંખોમાં સમસ્યા છે તો કાળો દોરો સમસ્યાને દૂર કરી શકે છે.
– જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ છે. જો તમે લૂઝ મોશન, નબળા લીવર અથવા કબજિયાતથી પીડિત છો, તો તમે તમારા પગ અને કમરની આસપાસ કાળો દોરો બાંધી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે આમ કરવાથી તમારી બીમારી દૂર થઈ શકે છે.
– જો તમે કાળો દોરો પહેરશો તો તમારાથી નકારાત્મક શક્તિઓ દૂર રહેશે. તમે અનેક પ્રકારની દુર્ઘટનાઓથી પણ બચી શકો છો.
– આ તમને ખરાબ નજરથી પણ બચાવે છે. એટલું જ નહીં, આ શનિ દોષમાંથી પણ મુક્તિ અપાવે છે.
પહેરવાની રીત
જો તમે કાળો દોરો પહેરવાનો સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હોવ તો તમારે તેને મંગળવાર અને શનિવારે જ ધારણ કરવો જોઈએ. તેને પહેરતા પહેલા સાંજે પૂજા કરો. કાળા દોરામાં 9 ગાંઠો બનાવો, પછી તેને પહેરો.
નોંધ- આ લેખ વાંચકોના રસને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. તેના સત્ય હોવાની અમે પુષ્ટી કરતા નથી.
ADVERTISEMENT