આજે બપોરે સૂર્ય ભગવાને 12.46 કલાકે મીન રાશિમાં પ્રવેશ કર્યો. સૂર્ય લગભગ 1 મહિના સુધી મીન રાશિમાં રહેશે અને આ રાશિ પરિવર્તનની સીધી જ અસર 6 રાશિઓ પર પડશે. જેમાં મોટા ભાગની અસર શુભ રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચર માટે રાશિ પરિવર્તન શબ્દ વાપરવામાં આવે છે. એક રાશિમાંથી બીજી રાશિમાં જતા ગ્રહો કેટલીક શુભાશુભ અસર પણ કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 9 ગ્રહ છે જે અલગ અલગ રાશિમાં ગોચર કરતા હોય છે. તેના અનુસાર રાશિઓ પણ બદલાતી રહે છે. ગ્રહોનું આ ગોચર વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારનો પ્રભાવ પાડે છે.
ADVERTISEMENT
14 માર્ચે સુર્ય ભગવાન બપોરે 12.46 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલ સુધી તેઓ મીન રાશિમાં રહેશે. 13 એપ્રિલ બાદ ભગવાન સૂર્ય મીન રાશિમાંથી નિકળીને મેષ રાશિમાં પભ્રમણ કરશે. સુર્ય 1 મહિના સુધી મીન રાશિમાં રહેશે. જેની 6 રાશિઓ પર મહત્તમ અસર પડશે.
વૃષભ
મીન રાશિમાં સૂર્ય આગમનના કારણે આ લોકોની સંપત્તિ અને એશ્વર્યમાં વધારો થવો સંભવિત છે. આવકના નવા સ્ત્રોત વિકસાવી શકાય તેવી શક્યતા છે. નોકરીમાં પ્રમોશનની પણ સંભાવના છે. માન-સન્માન વધારાની સાથે સંતાન પ્રાપ્તિની પણ શક્યતાઓ છે.
મિથુન
સૂર્યદેવની કૃપાથી આ રાશિના લોકોને વિદેશી કંપનીમાં નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર લીધેલા નિર્ણય તમારી પ્રગતિ તરફ દોરી જશે. તમામ પ્રકારના દુ:ખ દુર થશે અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. આ ઉપરાંત કરિયરમાં પણ ખુબ જ સારો ગ્રોથ જોવા મળશે.
તુલા
સૂર્ય રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. વ્યાપાર કરતા લોકો પોતાની બનાવેલી યોજનાઓમાં સફળતા મેળવી શકાય છે. તમારી શક્તિથી તમારા ગુપ્ત દુશ્મનોને હરાવવામાં મદદ મળશે. કોર્ટ કચેરી અંગેના કોઇ પણ કિસ્સા હોય તો તેનો ઉકેલ આવશે અને તે તમારી તરફી હશે.
વૃશ્ચિક
સૂર્યના ગોચરથી પુરસ્કારો અને સિદ્ધિઓ પ્રાપ્ત થશે. 14 માર્ચથી નવી ઉર્જાનો અનુભવ કરશો. જેના કારણે કાર્યસ્થળમાં પરિવર્તન પણ થઇ શકે છે. લગ્નને એક-બે વર્ષ થયા હોય તેમને સંતાન પ્રાપ્તિના સમાચાર મળે તેવી શક્યતા છે.
મકર
સૂર્યનું પરિભ્રમણ તમારી રાશિના લોકો માટે સફળતા અપાવે તેવું રહેશે. આ દરમિયાન તમને કોઇ નવું કામ મળી શકે શકે છે. આ સમય ચમત્કારિક સાબિત થશે જે ઇચ્છો કે વિચારો તે પ્રાપ્ત થશે. નવા પડકારોનો સામનો કરવોમાં સફળ રહેશે. ધાર્મિક કાર્યો તરફી રૂચીમાં વધારો થશે.
મીન
સૂર્ય ભગવાન આ રાશિમાં સંક્રમણ કરવા જઇ રહ્યા છે. દરમિયાન નોકરી કરતા લોકો તેમની ઇચ્છિત નોકરીને ખુબ જ સરળતાથી પ્રાપ્ત કરી લેશે. વિદેશી નાગરિકતા મેળવવા ઇચ્છતા લોકોને સફળતા મળશે. તમારી કીર્તિમાં તથા યશમાં વધારો જોવા મળશે. તમારા નેતૃત્વની ચોમેર પ્રશંસા થશે. સહકર્મચારીઓ અથવા ભાગીદારો સાથેનો સંબંધ સુમધુર બનશે.
ADVERTISEMENT