Someshwar Mahadev Temple: ભગવાન શિવના અનેક મંદિરો દેશમાં આવેલા છે. એવામાં કેટલા ભગવાનના અનોખા મંદિરો પણ જોવા મળે છે જેની વિશેષતાથી સામાન્ય લોકો અજાણ હોય છે. દેશમાં ભગવાન શિવનું એક એવું મંદિર છે જે વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. અહીં હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા માટે આવે છે. તો ચાલો આજે આપણે આ મંદિર સાથે જોડાયેલી એક રસપ્રદ કહાની જાણીશું.
ADVERTISEMENT
શિવનું આ એકમાત્ર મંદિર જ વર્ષમાં એક જ વાર ખૂલે છે
ભગવાન શિવના આ મંદિરનું નામ સોમેશ્વર મહાદેવ છે જે મધ્ય પ્રદેશના રાયસેન કિલ્લામાં આવેલું છે. આ મંદિર સાથે એક વિવાદિત ઇતિહાસ જોડાયેલ છે, જેના કારણે તે વર્ષમાં માત્ર એક જ દિવસ એટલે કે મહાશિવરાત્રીના દિવસે જ તેના કપાટ ખૂલે છે, શિવરાત્રીના દિવસે સવારે 6 વાગ્યે ખુલે છે અને માનવામાં આવે છે કે તે 12 વાગ્યે બંધ થઈ જાય છે. શિવરાત્રી દરમિયાન અહીં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જોકે, મંદિરના દ્વારા બંધ થયા પછી પણ લોકો બહારથી ભગવાન શિવની સામે માથું ટેકવીને પૂજા-અર્ચના કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં દરવાજા પર કપડું બાંધે છે.
'રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે' , રાજા-મહારાજાઓ પર ટિપ્પણી બાદ પદ્મિનીબા આવ્યા મેદાનમાં
મંદિરની રસપ્રદ ઇતિહાસ
એવું માંનવામાં આવે છે કે 12મી સદીમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મુઘલ શાસક સાથેના વિવાદને કારણે તે ઘણા સમય પહેલા બંધ કરવામાં આવ્યું હતું. આ મંદિરના દરવાજા 1974 સુધી બંધ હતા, પરંતુ એક અભિયાન બાદ તેના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારથી આ મંદિર શિવરાત્રિના દિવસે થોડા કલાકો માટે ખોલવામાં આવે છે. આ મંદિર રાયસેન ફોર્ટની ખૂબ જ નજીક છે.
ADVERTISEMENT