Shani Dev: 2038 સુધી આ રાશિના જાતકો પર રહેશે શનિની વક્રી, રહો સાવધાન

Gujarat Tak

03 Apr 2024 (अपडेटेड: Apr 3 2024 6:12 PM)

Shani Dev: શનિદેવને ક્રૂર, કર્મફળ દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષ વિદ્યામાં શનિની ચાલ ખાસ મહત્વ ધરાવે છે. ખૂબ જ ધીમી ગતિએ શનિ ગોચર કરે છે.

Shani Dev

શનિની સાડાસાતી

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

શનિદેવને માનવામાં આવે છે ન્યાયના દેવતા

point

રાશિચક્ર પૂર્ણ કરવામાં લાગે છે 30 વર્ષ

point

વર્ષ 2038 સુધી આ રાશિ પર રહેશે શનિનો પ્રભાવ

Shani Dev: શનિદેવને ક્રૂર, કર્મફળ દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષ વિદ્યામાં શનિની ચાલ ખાસ મહત્વ ધરાવે છે. ખૂબ જ ધીમી ગતિએ શનિ ગોચર કરે છે. આ કારણોસર તેમને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા 30 વર્ષનો સમય લાગે છે. શનિની સાડાસાતી ખૂબ જ કષ્ટકારી હોય છે. જે રાશિ પર શનિની સાડસાતી ચાલે છે, તેના પછીની રાશિ અને 12મા સ્થાનવાળી રાશિને પણ સાડાસાતી પ્રભાવિત કરે છે. શનિદેવને આ ત્રણ રાશિઓમાંથી પસાર થતાં લગભગ સાડા સાત વર્ષનો સમય લાગે છે, જેને સાડાસાતી કહેવાય છે. ચાલો જાણીએ વર્ષ 2038 સુધી કઈ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે. 

2038 સુધી શનિની સાડાસાતી કઈ રાશિ પર? 

અત્યારે કુંભ રાશિમાં છે શનિદેવ

શનિ અત્યારે કુંભમાં બેઠેલા છે, જેઓ 2025માં મીન રાશિમાં ગોચર કરશે. વર્ષ 2025માં મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થશે, મીન રાશિના જાતકો પર બીજો અને કુંભ રાશિના જાતકો પર છેલ્લો તબક્કો રહેશે. કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ 3 જૂન 2027 સુધી રહેશે. શનિના ગોચર કરતા જ મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે, જે 2032 સુધી રહેશે. 

2025થી 2038 સુધી આ જાતકો પર રહેશે નજર

વૃષભ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો 2027માં શરૂ થશે. મિથુન રાશિના જાતકો પર 8 ઓગસ્ટ, 2029થી શનિની સાડાસાતી શરૂ થશે, જે ઓગસ્ટ 2036 સુધી રહેશે. શનિની સાડાસાતીનો પ્રભાવ કર્ક રાશિના જાતકો પર મે 2032થી શરૂ થશે, જે 22 ઓક્ટોબર 2038 સુધી રહેશે. આવી સ્થિતિમાં 2025થી 2038 દરમિયાન શનિની નજર કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો પર રહેશે.  

3 રાશિઓને મળશે મુક્તિ

2025માં મીન રાશિમાં શનિના પ્રવેશ કરતા જ મકર રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. તો કર્ક અને વૃશ્ચિક રાશિ પર ચાલતી શનિની ઢૈચ્યા પણ સમાપ્ત થઈ જશે. 

    follow whatsapp