8 January Rashifal: સિંહના જાતકોએ વાહન કાળજીપૂર્વક ચલાવવું, વૃશ્ચિકે લેવડ-દેવડમાં સાચવવું; વાંચો સોમવારનું રાશિફળ

8 January Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો…

gujarattak
follow google news

8 January Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.

મેષ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમારે મહત્વપૂર્ણ કામ માટે બહાર જવું પડી શકે છે. કાર્યસ્થળ પર તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. વેપારમાં લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિવારમાં માંગલિક કાર્યક્રમો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ
આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. વેપારમાં ભાગીદારી ફાયદાકારક રહેશે. માન-સન્માનમાં વધારો થશે. તમારે કોઈ ખાસ કામ માટે બહાર જવું પડી શકે છે. પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને કારણે તમે ચિંતિત રહેશો.

મિથુન
આજે તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વ્યર્થના વાદ-વિવાદમાં ફસાશો નહીં. તમારી વાણી પર નિયંત્રણ રાખો. આજે કોઈ નવું કામ શરૂ ન કરો. નાણાકીય જોખમ ન ઉઠાવો. પરિવારના સભ્યો સાથે મતભેદ વધી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કર્ક
આજે તમે કોઈ મોટા કામમાં રોકાણ કરી શકો છો. પરિવાર અને મિત્રોનો કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે નવવિવાહિત છો, તો તમે ફેમિલી પ્લાનિંગ કરી શકો છો. પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે.

સિંહ
આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. તમારા સ્વાસ્થ્યને કારણે તમે પરેશાન રહેશો. માનસિક તણાવ રહેશે. વાહન સાવધાનીથી ચલાવો, નહીંતર ઈજા થઈ શકે છે. પત્ની અને પરિવાર સાથે મતભેદ થઈ શકે છે. તમને કોઈ પરિચિત વ્યક્તિ તરફથી દુઃખદ સમાચાર મળશે. બિઝનેસમાં તમારા પાર્ટનર તરફથી તમે દગો મળી શકે છે.

કન્યા
આજે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ખાવા-પીવા પર નિયંત્રણ રાખો. જો તમે બહાર પ્રવાસ વગેરે પર જાઓ છો તો વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો. વેપારમાં આજે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. ઓફિસમાં તમારા કામથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમારુ સન્માન કરશે. સમાજમાં તમારું માન-સન્માન વધી શકે છે.

તુલા
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. લાંબા સમયથી ચાલી રહેલા ખરાબ સ્વાસ્થ્યથી તમને રાહત મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. તમાન-સન્માનમાં વધારો થશે. કાર્ટમાં ચાલી રહેલા કેસમાં તમારો વિજય થશે. બિઝનેસમાં તમને આજે લાભ મળી શકે છે. ઘણા દિવસોથી અટકેલા કામ આજે પૂરા થઈ શકે છે.

વૃશ્ચિક
આજે તમારો દિવસ વ્યર્થ ભાગદોડમાં પસાર થશે. જે કામને લઈને તમે થોડા દિવસોથી ચિંતિત છો તે આજે પૂરા થતા જોવા મળશે. તમારા મિત્રો તરફથી તમને દગો મળી શકે છે. વેપારમાં મોટી લેવડ-દેવડ સમજી વિચારીને કરો. મુસાફરી વગેરેમાં સાવધાની રાખો.

ધન
આજનો દિવસ તમારો સારો પસાર થશે. અટકેલા કામ પૂરા થતાં માન પ્રસન્ન રહેશે. જૂના સાથીઓ સાથે મુલાકાત થશે. કોઈ નવું કામ આજે તમે શરૂ કરી શકો છો. પરિવારમાં કોઈના લગ્ન નક્કી થઈ શકે છે. તમને તમારી પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળશે.

મકર
આજનો દિવસ શાનદાર રહેશે. વેપાર-ધંધામાં લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના પર કામ કરી શકો છો. વેપારમાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે. નવું વાહન કે મકાન ખરીદી શકો છો.

કુંભ
આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. પરિવારમાં તમારું સન્માન જળવાઈ રહેશે. પડોશીઓ સાથે મતભેદ વધી શકે છે. વેપારમાં આજે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. નોકરીયાત વર્ગના લોકોનો તેમના અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. તમારી વાણી પર કાબુ રાખો.

મીન
આજે તમે વેપારમાં કોઈ નવો નિર્ણય લઈ શકો છો. આજે તમે તમારા કાર્યસ્થળમાં ફેરફાર કરી શકો છો. આજે તમને પરિવારમાં દરેકનો સહયોગ મળશે. પત્ની સાથેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. વાદ-વિવાદથી દૂર રહો.

    follow whatsapp