21 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
ADVERTISEMENT
મેષ
આજનો તમારો દિવસ કેટલીક સમસ્યાઓથી ભરેલો રહેશે. તમે કોઈ કામને લઈને ચિંતિત રહેશો. વેપારમાં નુકસાન થઈ શકે છે. તમારા પાર્ટનર સાથે સતર્ક રહો, નહીં તો તમારે વેપારમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. પરિવારમાં તમને કોઈ દુઃખદ સમાચાર મળશે.
વૃષભ
જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો, તો તમે તે કરી શકો છો. બિઝનેસમાં લાભના યોગ બનશે. કોઈ મોટી પાર્ટનરશિપ થવાથી તમને બિઝનેસમાં મોટો લાભ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને આજે પૈતૃક સંપત્તિમાં અધિકાર મળી શકે છે.
મિથુન
આજે તમે કોઈ કામને લઈને બહારનો પ્રવાસ કરી શકો છો. મુસાફરી દરમિયાન તમારો સામાન સુરક્ષિત રાખો. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે અને તમારો પરિવાર મોસમી બીમારી ઝપેટમાં આવી શકો છો. આજે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો. પરિવારમાં પત્ની અને બાળકો સાથે ઝઘડો થઈ શકે છે.
કર્ક
આજે તમારે તમારા જીવનમાં કેટલાક બદલાવ લાવવા પડશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન કરવું તમારા હિતમાં રહશે. આજે કોઈ વિશિષ્ટ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તમારું અટકેલું કામ શરૂ થઈ શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અધિકારી વર્ગ સાથે સંબંધ સારા રહેશે. પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
સિંહ
આજનો દિવસ તમારા માટે સાવધાનીપૂર્વક ચાલવાનો છે. જો તમે પ્રવાસ વગેરે પર જાઓ છો, તો તમારા સામાન અને પૈસાને સુરક્ષિત રાખો, નહીં તો નુકસાન થઈ શકે છે. સાથે જ જો તમને કોઈ મોટી ઓફર મળે છે, તો સમજી વિચારીને રોકાણ કરો. ઓફિસમાં તમારા સહયોગીઓને પારખી લો. પરિવારમાં પરસ્પર વિવાદને કારણે તમે માનસિક પરેશાની અનુભવશો.
કન્યા
આજે તમે બિઝનેસમાં મોટું રોકાણ કરવાનો પ્લાન બનાવી શકો છો. તેનાથી ધનલાભની તકો ઉભી થશે. સાથે જ તમને પ્રોપર્ટી વગેરે ખરીદવાનું મન થઈ શકે છે, જે તમારા માટે સારું રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પારિવારિક બાબતોને કારણે તમારે તમારી પત્ની અને બાળકોના હિતમાં કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે.
તુલા
જો તમે આજે કોઈ નવા બિઝનેસનો પ્લાન બનાવી હ્યા છો, તો તેને થોડા સમય માટે રોકી દો, નહીં તો તમારે થોડું નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે શેર માર્કેટ વગેરેમાં કામ કરો છો તો આજે કોઈ મોટું રોકાણ ન કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં મતભેદ વધી શકે છે.
વૃશ્ચિક
આજે તમે તમારા કોઈ નજીકના વ્યક્તિને હંમેશ માટે ગુમાવી શકો છો, જેના કારણે તમારું મન અશાંત રહી શકે છે. તમારે કોઈ ખાસ કામ માટે બહારની મુસાફરી પણ કરવી પડી શકે છે. તમારા વ્યવસાયિક ભાગીદારો વિશે સાવચેત રહો. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે. જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે.
ધન
આજે જો તમે કોઈ લાંબી યાત્રા વગેરે પર જઈ રહ્યા છો, તો તમારા સામનની સુરક્ષા કરો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તમારું કોઈ અટકેલું કામ આજે પૂરું થઈ શકે છે. જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. સાથે જ વ્યાપારમાં પણ લાભ થવાની સંભાવના છે. કોઈ નવા કામ માટે એક્શન પ્લાન બની શકો છે. તમારે પારિવારિક સંપત્તિ વગેરે બાબતે કોર્ટમાં જવું પડી શકે છે.
મકર
આજે તમે તમારા જૂના મકાનમાં ફેરફાર કરી શકો છો. તમે પરિવારના સભ્યો સાથે મિલકત વગેરેમાં મોટું રોકાણ કરવાનું પણ નક્કી કરી શકો છો. જો તમે નોકરી કરો છો, તો તમને ઓફિસમાં તમારા સહકર્મીનો સારો સહયોગ મળશે, જેના કારણે તમારો મૂડ સારો રહેશે અને તમે કોઈ નવા કામનું પ્લાનિંગ કરી શકો છો. પરિવારમાં માહોલ સારો રહેશે. માંગલિક કાર્યના યોગ બની રહ્યા છે.
કુંભ
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. ઘણા સમયથી અટકેલા કામ પૂરા થશે. વાહન વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. આ ઉપરાંત સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો. આજે તમને બિઝનેસ મોટી સફળતા મળી શકે છે. પરિવારમાં શુભ કાર્યો થશે. સમાજમાં માન-સન્માન વધશે.
મીન
આજે તમે જે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તે કામ બગડી શકે છે. તમારા કાર્યસ્થળ પર વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે.સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. મિલકતને લઈને પરિવારમાં મતભેદ થઈ શકે છે. આજે વાણી પર કંટ્રોલ રાખો નહીં તો તમે મોટા વિવાદમાં ફસાઈ શકો છો.
ADVERTISEMENT