Mehul Boghra ના સમર્થનમાં યુવરાજસિંહ જાડેજા, રાજકીય અટકળો તેજ

ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી એડવોકેટ Mehul Boghra પર ટીઆરબી જવાન દ્વારા થયેલ હિચકારા હુમલાની ચર્ચા છે. સતત રાજકીય આગેવાનો પણ એડવોકેટ Mehul Boghra ના…

yuvrajsinh jadeja

yuvrajsinh jadeja

follow google news

ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી એડવોકેટ Mehul Boghra પર ટીઆરબી જવાન દ્વારા થયેલ હિચકારા હુમલાની ચર્ચા છે. સતત રાજકીય આગેવાનો પણ એડવોકેટ Mehul Boghra ના સમર્થનમાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હજારો લાખો ફોલોઅર્સ ધરાવતા સુરતના જાણીતા એડવોકેટ મેહુલ બોઘરાનું નામ પોલીસના ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડવા માટે ખૂબ જ પ્રચલિત છે. તાજેતરમાં જ તેઓ વધારે લાઇમ લાઇટમાં આવ્યા છે કારણ કે પોલીસની હપ્તા વસૂલીનું ફેસબુક લાઈવ કરવા દરમ્યાન ટીઆરબી સુપરવાઇઝર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી અને વિધ્યાથી નેતા યુવરાજસિંહ જાડેજા તેમના સમર્થનમાં આવ્યા છે.

યુવરાજસિંહ જાડેજાએ એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થનમાં જણાવ્યું હતું કે, ગુંડારાજ, હપ્તારાજ ચલાવતા અસામાજીક તત્વો સામે મક્કમતાથી અવાજ ઉઠાવનાર મેહુલ બોઘરાં સાથે ગુજરાતના તમામ યુવાનો ખંભેથી ખભો મીલાવી ઊભા છે. આ ઘટનાને સખત અને કડક શબ્દોમાં અમે વખોડી કાઢી છીએ.

મેહુલ બોઘરાને પોલીસ પ્રોટેક્શન આપો :
યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું ગુજરાતમાં આ પ્રકારની ઘટના ખૂબ નિંદનીય બાબત.પ્રશાસનતંત્ર અને ગૃહ રાજ્યમંત્રી ને અપીલ કરીએ છીએ કે મેહુલ બોઘરાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે.જે પણ અસમજીક તત્વો એ હુમલો કરેલ છે એના વિરોધ નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાયદેસર પગલા લેવામાં આવે અને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સરકારને કરી આ અપીલ:
યુવરાજ સિંહે વધુમાં જણાવ્યું કે, ભગતસિંહના વિચારોને પ્રેરકબળ માની ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મેહુલ બોઘરાની સાથે ગુજરાતનું તમામ યુવાધન છે. ભાજપ સરકારને પણ કહીએ છીએ કે ખોટાને છાવરવા કરતા આવા ઉઘરાણા કરતા લોકોને સજા કરવામાં આવે.

મેહુલ બોઘરના સમર્થનમાં અલ્પેશ કથીરિયા આવી ચૂક્યા છે ત્યાર બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા પણ તેમની હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ ચૂક્યા છે. આ સાથે જ કોંગ્રેસના કાર્યકાઋ અધ્યક્ષ જીગ્નેશ મેવાણી પણ તેમના સમર્થનમાં આવી ચૂક્યા છે. આ સાથે જ એડવોકેટ મેહુલ બોઘરાએ રાજકારણમાં જોડાવા અંગે પણ વાત કરી હતી ત્યારે જોવાનું એ રહ્યું કે ચૂંટણી નજીક છે તો મેહુલ બોઘરા સક્રિય રાજકારણનું પગથિયું ચડશે કે નહીં?

    follow whatsapp