નાગરિકતા પ્રમાણ પત્ર મળતા દિવ્યાંગ છોકરી ભાવુક થઈ; હર્ષ સંઘવીને ભેટી પડી

અમદાવાદઃ શહેરમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. નોંધનીય છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 40 શરણાર્થીઓને…

gujarattak
follow google news

અમદાવાદઃ શહેરમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. નોંધનીય છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 40 શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપી હતી. આ દરમિયાન એક દિવ્યાંગ છોકરી તેમની પાસે આવી અને ભાવુક થઈ જતા ભેટી પડી હતી.

દિવ્યાંગ દીકરી ખુશ થઈ ગઈ
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એકપછી એક જ્યારે બધાને નાગરિકતા પ્રમાણપત્ર આપતા હતા. ત્યારે એક દિવ્યાંગ બાળકી તેમની પાસે આવી હતી. પહેલા તો આ બાળકી મુંઝાઈ ગઈ હતી કે શું કરું અને શું ન કરું. ત્યારપછી તે ભાવુક થઈને હર્ષ સંઘવીને ભેટી પડી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ પણ તેને સાંત્વના આપી અને એકબીજા સાથે હાથ મિલાવી છૂટા પડ્યા હતા.

વડાપ્રધાન મોદીના આગમનની પૂર્વ તૈયારીઓ હાથ ધરી
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્યારપછી રિવરફ્રન્ટ બાજુ જઈને વડાપ્રધાનના આગમનની તૈયારીઓ પર નજર ફેરવી હતી. આ દરમિયાન તેમની સાથે ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. નોંધનીય છે કે વડાપ્રધાન 27 ઓગસ્ટના દિવસે ગુજરાત પ્રવાસે આવવાના છે.

    follow whatsapp