અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. સુખરામ રાઠવાએ આજે છોટાઉદેપુરમાં નિવેદન આપ્યું કે ભાજપ વિપક્ષને તોડવા માંગે છે. મને પણ ઓફર કરવામાં આવી હતી ત્યારે આ બાબતે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આ બાબતે વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસ આંતરિક વિચાર કરવાના બદલે બીજા પર આરોપ લગાવે છે.
ADVERTISEMENT
કોંગ્રેસમાં ગભરાહટ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જો મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ ભાજપ પર ધારાસભ્યો ખરીદવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપનો જવાબ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આપ્યો છે તેમણે કહ્યું છે કે , વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં ગભરાહટ વધતો જાય છે. તેમણે ખબર છે કે તેમની નાવ ડૂબી રહી છે. પ્રજા તેમણે સંપૂર્ણ જાકારો આપી ચૂકી છે. એટલે વિરોધ પક્ષના નેતા એક દિવસ એવું નિવેદન કરે છે કે અમે બધા જ ધારાસભ્યોને ટિકિટ આપીશું બીજા દિવસે એવો ભય વ્યક્ત કરે છે એમના ધારાસભ્યો એમની સાથે નથી.
કોંગ્રેસ સુધરવાનું નામ નથી લેતી
કોંગ્રેસના કાર્યકર્તા છોડવા અંગેના યમલ વ્યાસે જણાવ્યું કે, જ્યારે કોંગ્રેસ પ્રજા વચ્ચે દેખાઈ નથી. તો જે કોઈ કાર્યકર્તાને પ્રજાનું કામ કરવું છે. લોકોની વચ્ચે જવું છે તેઓ કોંગ્રેસ છોડે તે સ્વાભાવિક છે. અને જ્યારે આવું થઈ રહ્યું છે ત્યારે આંતરિક વિચાર કરવાના બદલે બીજા પર આક્ષેપ કરવો તે કોંગ્રેસની જૂની આદત છે. ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે છેલ્લા 30 વર્ષથી નકારી કઢાયેલી કોંગ્રેસ હજુ પણ સુધરવાનું નામ લેતી નથી
ADVERTISEMENT