નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ મણિપુરમાં કૂકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે થઈ રહેલી હિંસાને રોકવા માટે ઠેરઠેર નારાજગી વ્યક્ત કરી ન્યાયની માગણી કરાઈ રહી છે. દરમિયાનમાં આદિવાસી નેતા છોટુ વસાવાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી આગામી વિશ્વ આદિવાસી દિવસે લોકોને હુંકાર કરતી એક પોસ્ટ કરી છે.
ADVERTISEMENT
શું કહ્યું છોટું વસાવાએ?
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની તૈયારી અત્યારથી અનેક આદિવાસી સંગઠનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતના અગ્રણી આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ એક ટ્વિટ કર્યું છે કે મણિપુરમાં જે ઘટનાઓ બની છે જેને લઇને વિશ્વ આદિવાસી દિવસના દિને દરેકે વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં માત્ર કાળા ઝંડા લઈને જવું.
હાર્ટ એટેક પછી થયા બ્રેઈન ડેડઃ જૂનાગઢના પરિવારે અધિકમાસમાં કર્યું સ્વજનનું અંગદાન
ખાસ કરીને તેમણે આ ટ્વીટને અંદર જણાવ્યું હતું કે, વિશ્વ આદિવાસી દિવસના દિવસે મણિપુર ઘટનાને લઇને જે સાંસદો અને ધારાસભ્યો ચૂપ છે તેવાઓને પ્રવેશ આપવો નહીં તેવું તેમને નિવેદન ટ્વીટરના માધ્યમથી આપ્યું છે.
ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી અને અન્ય આદિવાસી સંઘઠનો પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે યુસીસી સહિતના મુદ્દાને લઇને મોટો કાર્યક્રમની તૈયારી અત્યારથી કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા પહેલા યુસીસી અને મણિપુરનો મુદ્દો ગુજરાત સહિત પડોશી રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં ખૂબ મોટો અને મહત્વનો બની રહેશે તે નક્કી છે.
ADVERTISEMENT