અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય ભૂકંપના આંચકા આવવા લાગ્યા છે. ગુજરાતની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં અનેક ગેરેન્ટી આપી ચૂકી છે ત્યારે ગુજરાતમાં ફ્રી વીજળી આપવા માટે અરવિંદ કેજરીવાલ મક્કમ છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, ગુજરાતને ફ્રી વીજળીની ગેરેન્ટી ખૂબ પસંદ આવી છે અને ભાજપ વાળા દિલ્હીમાં ફ્રી વીજળી રોકવા માંગે છે.
ADVERTISEMENT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સભાઓ ગુંજવા લાગી છે. ગુજરાતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અનેક ગેરેન્ટી આપી છે ત્યારે ફ્રીની રેવડી મામલે રાજકારણ સતત ગરમ રહ્યું છે. ત્યારે દિલ્હીના દાવ પર ગુજરાતમાં ફરી એક વખત રમત રમવામાં આવી છે. કેજરીવાલે ગુજરાત અને દિલ્હીના લોકોને ફ્રી વીજળી આપવા મક્કમ છે તે મામલે ટ્વિટ કર્યું છે. ગુજરાતમાં અત્યારથી જ ટ્વિટર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. આ જોઈ લાગી રહ્યું છે કે ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થશે.
કેજરીવાલનું ટ્વિટ
“આપ” ની મફત વીજળીની ગેરંટી ગુજરાતને ખૂબ જ ગમે છે. એટલા માટે ભાજપ દિલ્હીમાં મફત વીજળી બંધ કરવા માંગે છે. દિલ્હીના લોકો, વિશ્વાસ રાખો, હું કોઈ પણ સંજોગોમાં તમારી મફત વીજળી બંધ થવા દઈશ નહીં. ગુજરાતના લોકો, હું તમને ખાતરી આપું છું કે જો સરકાર બનશે તો 1લી માર્ચથી તમારી વીજળી પણ ફ્રી થઈ જશે.
ઇસુદાન ગઢવીએ કર્યું ટ્વિટ
આ મામલે ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરી જણાવ્યું કે, આખું ગુજરાત ‘આપ’ મય બની ગયું છે!ગુજરાત રાહ જોઈ રહ્યું છે AAPની સરકારની! પહેલી વાર કોઈ મસીહા બનીને મોંઘવારીમાં રાહત આપવા રાજકારણમાં આવ્યું છે! ગુજરાતમાં ભાજપના પરિવારની મહિલા સભ્ય પણ વીજળીના બિલથી પરેશાન! તે ઝાડુનું બટન પણ દબાવશે! ભાજપનો દુષપ્રચાર નહીં ચાલે.
ADVERTISEMENT