BJP New President: ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ભાજપમાં આંતરિક બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ભાજપ હાઈકમાન્ડ અને સંઘના નેતાઓ વચ્ચે નવા અધ્યક્ષને લઈને ચર્ચા ચાલી રહી છે. જોકે, હજુ સુધી નામ ફાઈનલ થઈ શક્યું નથી.
ADVERTISEMENT
રક્ષામંત્રીના ઘરે યોજાઈ હતી બેઠક
હાલમાં જ રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને આ મામલે એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહાસચિવ બીએલ સંતોષ, RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે અને સંયુક્ત સરકાર્યવાહ અરુણ કુમારે ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં ભાજપ પણ અધ્યક્ષને લઈને સંઘને પૂરુ મહત્વ આપી રહ્યું છે. તાજેતરમાં ચૂંટણી બાદ જ સંઘ અને ભાજપ વચ્ચેના ઊંડા મતભેદો સામે આવ્યા હતા.
દલિત અને OBC વર્ગ પર નજર
ભાજપ અને સંઘના પદાધિકારીઓ કોઈ જમીની સ્તરના નેતાની શોધમાં છે, જેઓ પાર્ટીની કમાન સંભાળી શકે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહી શકાય તેમ નથી. રિપોર્ટ મુજબ, અટકળો ચાલી રહી છે કે નવા અધ્યક્ષ દલિત, ઓબીસી અથવા મહિલા હોઈ શકે છે. ભાજપનું ફોકસ ત્રણેય વર્ગો પર છે. પાર્ટી કોઈપણ કિંમતે દલિત અને ઓબીસી વર્ગને પોતાની સાથે રાખવા માંગે છે.
આ વોટ બેંકોને પોતાની પાસે રાખવા માંગે છે પાર્ટી
મોદી સરકારની ત્રીજી ઈનિંગમાં ભાજપની સીટોમાં થયેલા ઘટાડાથી સંઘ અને ભાજપના ટોચના નેતાઓ ખૂબ જ હેરાન હતા. જોકે, હવે પાર્ટીનું નિશાન આદિવાસી, મહિલાઓ, દલિત અને ઓબીસી વોટ બેંક છે. પાર્ટી કોઈપણ ભોગે યુપીને પોતાની સાથે રાખવા માંગે છે, તેથી શક્ય છે કે આગામી બીજેપી અધ્યક્ષ પણ યુપીમાંથી જ હોય. રાજકીય રીતે સત્તાના કેન્દ્રમાં રહેવા માટે ભાજપ યુપી છોડવાનું પસંદ કરશે નહીં.
આ નેતાઓના નામ ચર્ચામાં
આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ, અલકા ગુર્જર, અનુરાગ ઠાકુર, સુનીલ બંસલ જેવા નેતાઓના નામ પણ ચર્ચામાં છે. જોકે, ફડણવીસે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. પાર્ટી નેતૃત્વ મહારાષ્ટ્રમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને દક્ષિણમાં પોતાનો પગ જમાવવાના પ્રયાસોને કારણે આ વખતે દક્ષિણ બારતના કોઈ જમીની સ્તરના નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવી શકે છે.
ADVERTISEMENT