ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ? ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર... આ નેતાઓ રેસમાં!

Gujarat Tak

11 Jun 2024 (अपडेटेड: Jun 11 2024 12:41 PM)

Gujarat BJP President News: લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ PM મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ શપથ લીધા હતા. આ બાદ તેમને ગઈકાલે ખાતાની પણ ફાળવણી થઈ ગઈ છે. હાઈ કમાન્ડ દ્વારા સી.આર પાટીલને દિલ્હીમાં કેન્દ્રિય મંત્રી તરીકે સ્થાન અપાયા બાદથી જ ગુજરાતમાં ભાજપનું સુકાન કોને સોંપવામાં આવશે તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. આ માટે કેટલાક નામો પણ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે.

BJP Gujarat

BJP Gujarat

follow google news

Gujarat BJP President News: લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ PM મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ શપથ લીધા હતા. આ બાદ તેમને ગઈકાલે ખાતાની પણ ફાળવણી થઈ ગઈ છે. હાઈ કમાન્ડ દ્વારા સી.આર પાટીલને દિલ્હીમાં કેન્દ્રિય મંત્રી તરીકે સ્થાન અપાયા બાદથી જ ગુજરાતમાં ભાજપનું સુકાન કોને સોંપવામાં આવશે તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. આ માટે કેટલાક નામો પણ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે.

આ પણ વાંચો

પાટીલ બાદ કોને ગુજરાતની કમાન?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગુજરાતમાં પાટીલની દિલ્હીમાં વિદાય બાદ ગુજરાત ભાજપની કમાન ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પાટીદાર નેતામાંથી કોને સોંપાશે તેને લઈને અટકળો ચાલી રહી છે. રાજકીય ગણિતના આધારે અનુમાન લગાવાય તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાનું નામ ચર્ચાઈ રહ્યું છે. ઓબીસી સમાજના ચહેરાની વાત કરીએ તો પૂર્વ કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અને ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડિયા પણ રેસમાં છે.

કયા-કયા નેતાના નામ ચર્ચામાં?

તો પ્રદેશ પ્રમુખના પદ માટે પાટીદાર ચહેરા તરીકે ગોરધન ઝડફિયા, રજની પટેલનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. તો આદિવાસી નેતાની પસંદગી કરવામાં આવે તો વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપત વસાવા તથા પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલના નામને લઈને પણ અટકળો ચાલી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે ભાજપનું મોવડીમંડળ આ નામોમાંથી કોઈ એકની પસંદગી કરે છે કે પછી કોઈ અલગ જ નામ સાથે સરપ્રાઈઝ આપશે.

ભાજપના સંગઠનમાં પણ થશે ફેરફાર?

બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં માત્ર પ્રદેશ પ્રમુખ જ નહીં પરંતુ, આખા સંગઠનમાં ફેરફાર થઈ શકે છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં પણ વિસ્તરણ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

    follow whatsapp