નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: જિલ્લામાં ડેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારાનાં અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે બારોબાર થતાં આયોજન બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. યોગ્ય જવાબ નહી મળે તો ગુરુવાર ના રોજ કલેકટર નર્મદા ના ચેમ્બર ની સામે ધારણા પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ચૈતર વસાવાએ ધરણા કરવા આવતા પોલીસે રોક્યા પોલીસ સાથે ચકમક બાદ ધારાસભ્ય ને આવેદનપત્ર આપવા જવા દેવાયા હતા. જ્યાં ફરી ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી કે આજથી 7 દિવસ માં હજુ નિકાલ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરીશું અને હાઇકોર્ટમાં પણ જઈશું.
ADVERTISEMENT
નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ધરણા પ્રદર્શન કરવા માટે રાજપીપળા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે રોકતા તેઓ અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી. ત્યારે જાહેરનામું ભંગને લઈ તેઓને મંજૂરી નથી અપાઈ તેવું તંત્ર એ કહેતા આખરે આવેદનપત્ર આપવાની વાત કહેતા જવા દેવાયા હતા. ત્યારે આવેદન બાદ ચૈતર વસાવાએ ચૈતર વસાવાએ કરેલી રજૂઆતમાં નર્મદા જિલ્લોએ અતિ પછાત જિલ્લો છે. અહીં લોકોના સુખાકારી માટે ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટનું અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દે છે.
આ પણ વાંચો: કમોસમી વરસાદ બાબતે પાલ આંબલિયા એ મુખ્યમંત્રીને લખ્યો પત્ર કહ્યું, 48 થી 72 કલાકમાં પાક નુકસાનીનો સર્વે કરાવો
સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ પણ કરવામાં આવતો નથી.જે બાબતે ડેડીયાપાડા બેઠકના ધારાસભ્યએ લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે દિન 7 માં આ બાબતે સરકાર દ્વારા જો નિકાલ નહિ આવે તો નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા કરી આવેદન પત્ર આપવામાં આવશે. ત્યારે આજે આવેદન પત્ર આપવા આવતા ધારાસભ્યને પોલીસ દ્વારા રસ્તામાંજ અટકાવ્યા હતા. અને ધારાસભ્ય અને પોલીસ વચ્ચે તૂતૂ મેમે થયું હતું. બાદમાં રસ્તા પરજ અન્ય પરમિશન લેટર ધારાસભ્યે લખતા મામલો ઠાળે પડ્યો હતો. અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવાનું હતું. આવેદન પત્ર જિલ્લા કલેક્ટર જાતે ન સ્વીકારતા પ્રતિનિધિ તરીકે મામલદારને કચેરી નીચે મોકલ્યા જ્યાં મામલતદારે આવેદન પત્ર લીધું હતું . જ્યાં ફરી ધારાસભ્ય એ ચીમકી ઉચ્ચારી હતી કે આજથી 7 દિવસ માં હજુ નિકાલ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવા ની ચિમકી આપી છે .
ઉચ્ચારી આ ચીમકી
ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, કલેકટરના જાહેરનામાને માન આપી. આવનાર સમયમાં અમે SDM ની પરમીશનથી ધરણાં પર બેસીશું.જિલ્લા આયોજન અધિકારીએ અમારા તાલુકામાં 1 કરોડ 33 લાખની ગ્રાન્ટનું બરોબર આયોજન કરી નાખ્યું. તેવી જ રીતે 1 કરોડ 8 લાખના બાયોગેસ તેમણે આપી દીધા. સ્પેશિયલ પછાત જિલ્લા માટે આદિજાતિના વિકાસ માટે 68 લાખ આપ્યા તે પણ બરોબાર ચૂકવી દીધા. સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટનું અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દે છે. લાખોનો પગાર લઈ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. યોગ્ય કર્યાવહી નહીં કરવામાં આવે તો આવનાર 7 દિવસ પછી જનતાને લઈ ધરણાં કરીશું. આ અધિકારી સામે હાઇકોર્ટમાં ફટકારીશું. અપ્રમાણસર મિલકત અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થાય તે અમારી માંગી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT