ગુજરાત હાંસલ કરવા જાણો કોણ વધુ સક્ષમ, સોશિયલ મીડિયામાં કોનું પલડું ભારે?

નિકેત સંઘાણી, અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીની તૈયારી પૂરજોશથી થઈ રહી છે. રાજકીય નેતાઓના પ્રવાસો શરૂ થઈ ચૂક્યા છે અને સભાઓ ગુંજવા લાગી છે. સત્તા પક્ષ હોયકે…

gujarattak
follow google news

નિકેત સંઘાણી, અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીની તૈયારી પૂરજોશથી થઈ રહી છે. રાજકીય નેતાઓના પ્રવાસો શરૂ થઈ ચૂક્યા છે અને સભાઓ ગુંજવા લાગી છે. સત્તા પક્ષ હોયકે વિપક્ષ દરેકને પોતાની વાત જનતા સુધી પહોંચાડવી છે. આજના સમયમાં પરંપરાગત માધ્યમો કરતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે ત્યારે હવે પ્રચારમાં પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત હાંસલ કરવા સોશિયલ મીડિયા મહત્વની ભૂમિકા ભજવી શકે છે ત્યારે જોઈએ કે સોશિયલ મીડિયામાં કયા પક્ષનું પલડું ભારે છે તે ખૂબ જ જરૂરી છે.

આજના ડિજિટલ યુગમાં હવે રાજકીય જનસંપર્ક પણ ડિજિટલ થઈ ગયું છે. સમય સાથે માધ્યમોમાં પણ બદલાવ આવ્યો છે. કહેવાય છે ને કે ”અપડેટ નહીં થાવ  તો આઉટઓફ ડેટ થઈ જશો”. આ જ બાબતે રાજકીય પક્ષો પણ પરંપરાગત માધ્યમોના ઉપયોગ સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પણ મહત્વની ભૂમિકા ભજવશે.

આ ચૂંટણીમાં ગુજરાતમાં 2 દાયકાથી વધુ સત્તામાં રહેનાર ભાજપ, સૌથી જૂનો પક્ષ કોંગ્રેસ અને દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી પણ ગુજરાત પર નજર રાખી બેઠું છે. આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા કયા પક્ષનું મજબૂત છે તે ખૂબ જ અગત્યનું રહેશે. જેમાં ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર નજર કરવામાં આવે તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

Facebook:
ભાજપ: સત્તાધારી પક્ષ ભાજપના ઓફિશિયલ ફેસબૂક પેજની વાત કરવામાં આવે તો. BJP Gujarat પેજ પર 3.5 M ફોલોવર્સ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના ફેસબૂક પેજ પર નજર કરવામાં આવે તો તેમના 577k ફોલોવર્સ છે.

કોંગ્રેસ: સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના ઓફિશિયલ ફેસબૂક પેજની વાત કરવામાં આવે તો Indian National Congress – Gujarat પેજ પર 444 K ફોલોવર્સ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના ફેસબૂક પેજ પર નજર કરવામાં આવે તો તેમના 120k ફોલોવર્સ છે.

આમ આદમી પાર્ટી: ગુજરાતમાં વર્ષ 2022ની ચૂંટણીમાં તમામ 182 બેઠક પર ચૂંટણી લડવા માટે ઊતરેલ આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ફેસબૂક પેજની વાત કરવામાં આવે તો Aam Aadmi Party Gujarat પેજ પર 521 K ફોલોવર્સ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાના ફેસબૂક પેજ પર નજર કરવામાં આવે તો તેમના 345k ફોલોવર્સ છે.

આમ, ફેસબૂક પર સત્તાધારી પક્ષ ભાજપનું પલડુ ભારે છે જ્યારે બીજા નંબર પર આમ આદમી પાર્ટી અને ત્રીજા નંબર પર કોંગ્રેસ પક્ષ છે.

Twitter :
ભાજપ: સત્તાધારી પક્ષ ભાજપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલની વાત કરવામાં આવે તો. BJP Gujarat ટ્વિટર હેન્ડલ પર 1.5 M ફોલોવર્સ છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના ટ્વિટર પર 411k ફોલોવર્સ છે.

કોંગ્રેસ: સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલની વાત કરવામાં આવે તો. Gujarat Congress ટ્વિટર હેન્ડલ પર 158k ફોલોવર્સ છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના ટ્વિટર પર 22.9 k ફોલોવર્સ છે.

આમ આદમી પાર્ટી: ગુજરાતમાં વર્ષ 2022ની ચૂંટણીમાં તમામ 182 બેઠક પર ચૂંટણી લડવા માટે ઊતરેલ આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલની વાત કરવામાં આવે તો. AAP Gujarat | Mission2022 ટ્વિટર હેન્ડલ પર 100K ફોલોવર્સ છે. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાના ટ્વિટર પર 88.4 k ફોલોવર્સ છે.

આમ, ટ્વિટર પર પણ સત્તાધારી પક્ષ ભાજપનું પલડુ ભારે છે. જ્યારે બીજા નંબર પર કોંગ્રેસ અને ત્રીજા નંબર પર આમ આદમી પાર્ટી છે.

InstaGram :
ભાજપ: સત્તાધારી પક્ષ ભાજપના ઓફિશિયલ Instagram એકાઉન્ટની વાત કરવામાં આવે તો. BJP4Gujarat ટ્વિટર હેન્ડલ પર 548K ફોલોવર્સ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના Instagram એકાઉન્ટ પર 160 k ફોલોવર્સ છે.

કોંગ્રેસ: સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના ઓફિશિયલ Instagram એકાઉન્ટની વાત કરવામાં આવે તો. incgujarat પર 44.9K ફોલોવર્સ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના Instagram એકાઉન્ટ પર ફક્ત 12.6 k ફોલોવર્સ છે.

આમ આદમી પાર્ટી: આમ આદમી પાર્ટીના ઓફિશિયલ Instagram એકાઉન્ટની વાત કરવામાં આવે તો. aapgujarat ટ્વિટર હેન્ડલ પર 70.5K ફોલોવર્સ છે. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાના Instagram એકાઉન્ટ પર  66 k ફોલોવર્સ છે

આમ, Instagram પર પણ સત્તાધારી પક્ષ ભાજપનું પલડુ ભારે છે. જ્યારે બીજા નંબર પર આમ આદમી પાર્ટી અને ત્રીજા નંબર પર કોંગ્રેસ છે.

 

    follow whatsapp