અમદાવાદઃ વિપુલ ચૌધરીની ધરપકડ થતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેમની 320 કરોડના ઉચાપત કેસ અંતર્ગત ધરપકડ કરી છે. જેના પરિણામે હવે વિધાનસભા ચૂંટણી પહેલા કેવી સ્થિતિ સર્જાશે એ જોવાજેવું રહેશે. અગાઉ વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીનો સાથ આપી શકે છે. તેવામાં જો આમ થશે તો ઉ.ગુજરાતની 20 બેઠકો પર નવાજુનીના એંધાણ વધી જશે. હવે કોંગ્રેસની વાત કરીએ તો હવે તેની પાસે ગેનીબેન સિવાય કોઈ મોટો ચહેરો નથી.
ADVERTISEMENT
વિપુલ ચૌધરીની સેના ઉત્તર ગુજરાતમાં સજ્જ
રાજકારણમાં ગરમાવા સાથે વિપુલ ચૌધરીએ પોતાની અર્બુદા સેનાને ઉત્તર ગુજરાતમાં લગાવી દીધી હતી. મોઘજીભાઈ ચૌધરી પર જે હુમલો થયો એનાથી રાજકારણમાં મોટાપાયે ફેરફારો આવ્યા હતા. તેમાં હરિભાઈના ગ્રુપ સાથે પણ તેમને વિવાદ થયો હતો. જોકે ત્યારપછી અરવિંદ કેજરીવાલે જાણે તકનો લાભ ઉઠાવ્યો હોય એવી અટકળો સામે આવી હતી. તેમણે વિપુલ ચૌધરીના અંગત ખાસ એવા મોઘજીભાઈ સાથે બેઠક કરી હતી. આ બંધબારણે થયેલી બેઠક થતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.
ઉત્તર ગુજરાતમાં બેઠકોનું રાજકારણ ગરમાયું
વિપુલ ચૌધરી જો આમ આદમી પાર્ટીમાં જોડાય તો ઉત્તર ગુજરાતની બેઠકોનું ગણિત બદલાઈ શકે છે. આની સીધી અસર લગભગ 20થી વધુ બેઠકો પર પડી શકે છે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડ્યા પછી પણ વિપુલ ચૌધરી માટે ગુમાવવા જેવું કઈ લાગતુ નથી. અત્યારે મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગરની બેઠક પર ભાજપ પર અસર કરી શકે છે. તેવામાં ચૌધરી સમાજની અસર પડી શકે છે. જો કોંગ્રેસ તરફથી તેમને આમંત્રણ નહીં મળે તો આમ આદમી પાર્ટીમાં વિપુલ ચૌધીરી જાય એવી શક્યતા છે.
ADVERTISEMENT