સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે પણ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ દરમિયાન ટેક્સ્ટાઈલ વેપારીઓ સાથેના સંવાદમાં કેજરીવાલે શિક્ષણ અને વેપારનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે મંત્રીઓ નિરક્ષર હોવાથી લઈ દેશમાં શિક્ષણ મોડલ વિકસાવવાનો રોડ મેપ જણાવ્યો હતો. ચલો આપણે કેજરીવાલે જણાવેલા દિલ્હી મોડલ સાથે સંકળાયેલા કિસ્સાઓ પર નજર કરીએ…
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે શિક્ષણ વ્યવસ્થા સુધારવા જણાવ્યું
ગુજરાતમાં સરકાર બનવા મુદ્દે કેજરીવાલે કહ્યું કે અહીં જે પ્રમાણે પ્રાઈવેટ શાળાઓનું રાજ ચાલે છે. એને દૂર કરીને વાલીઓ તથા વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળે એવી વ્યવસ્થા અમે કરીશું. આની સાથે કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં તો પ્રાઈવેટ શાળાના સંચાલકો પાસેથી ફિક્સ ડિપોઝિટ તોડાવીને બાળકોની ઘણી ફી પરત કરાવી છે.
વિદેશથી વિદ્યાર્થીઓ ભારત ભણવા આવે એવી રણનીતિ- કેજરીવાલ
કેજરીવાલે કેનેડા સહિત વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને ટાંકીને કહ્યું હતું કે. દેશમાં અને ગુજરાતમાં અમે એવી શિક્ષણ વ્યવસ્થા બનાવવા માગીએ છીએ કે જેનાથી કોઈપણ બાળકને વિદેશ ભણવા ન જવું પડે. પરંતુ ભારતની શિક્ષણ વ્યવસ્થા જોઈને વિદેશથી બાળકો અહીં ભારત ભણવા આવે તેવા રોડમેપને જણાવ્યો હતો.
મંત્રીઓના અભ્યાસ મુદ્દે કટાક્ષ કર્યો
અરવિંદ કેજરીવાલે કોઈપણ નેતાનું નામ લીધા વિના કહ્યું કે અત્યારે મંત્રીઓ જ ભણેલા નથી તો કેવી રીતે વિદ્યાર્થીઓ માટે સારા શિક્ષણની વ્યવસ્થા ઉભી કરશે. ગોપાલ ઈટાલિયાની રેલીનો એક કિસ્સો કેજરીવાલે જણાવ્યો. તેમણે કહ્યું કે ઈટાલિયા જ્યારે સભા કરી રહ્યા હતા ત્યારે અચાનક એક માણસ તેમની પાસે આવી ગયો અને કહ્યું હું તમને જ વોટ આપીશ. ગોપાલ ઈટાલિયાએ કારણ પૂછ્યું તો કહ્યું કે સ્થાનિક મંત્રીઓ પાસે હું કામ માટે જવું છું તો 2-2 કલાક બેસાડે છે. આની પાછળનું કારણ એ છે કે તેમની પાસે સચોટ ઈંગ્લિશ,હિંદી વાંચનારા નથી હોતા.
એનો અર્થ એ થાય છે કે જે નેતા પાસે કામ લઈને જઉ છું તેમને ઈંગ્લિશ વાંચતા પણ નથી આવડતું. આના પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું કે ઇંગ્લિશ આવડવું જરૂરી નથી. પરંતુ મંત્રી તરીકે જવાબદારી હોય તો સામાન્ય વાંચતા આવડતું હોવું જોઈએ.
દિલ્હીમાં બિઝનેસની ટ્રેનિંગ અપાય છે- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની શાળાઓમાં 9મા ધોરણથી જ બાળકોને વેપાર કેવી રીતે કરવો એની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેના પરિણામે તેઓ નોકરી માગતા નહીં નોકરી આપતા થઈ જાય. આનો સીધો ફાયદો દેશના અર્થતંત્રની સાથે તે વિદ્યાર્થીના ભવિષ્ય પર પણ થશે.
ADVERTISEMENT