મોરબીઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. તેવામાં અત્યારે મોરબીની 3 બેઠકો પર પ્રથમ 2 કલાકની અંદર 20 ટકાથી વધુનું મતદાન થયું છે. નોંધનીય છે કે અહીં ત્રિપાંખિયો જંગ જામ્યો છે જ્યારે સ્થાનિકોમાં હજુ પણ મોરબી પુલ દુર્ઘટનાના ઘાવ રૂઝાયા નથી. તેવામાં આ મતદાનમાં સ્થાનિકો કોનો સાથ આપશે એ જોવાજેવું રહ્યું.
ADVERTISEMENT
મોરબીની ત્રણ બેઠકો પર મતદાન…
- મોરબી- 21.48 ટકા મતદાન પ્રથમ 2 કલાકમાં નોંધાયું છે.
- ટંકારા- 23.23 ટકા મતદાન પ્રથમ 2 કલાકમાં નોંધાયું છે.
- વાંકાનેર- 22.30 ટકા મતદાન પ્રથમ 2 કલાકમાં નોંધાયું છે.
- આવી રીતે મોરબી જિલ્લામાં કુલ મતદાન 22.27 ટકા મતદાન નોંધાયું છે.
આ 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે
ADVERTISEMENT