અમદાવાદ: ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની દોડધામ વધવા લાગી છે. આમ આદમી પાર્ટીએ તો લડવાની પૂરે પૂરી તૈયારી કરી લીધી છે. 19 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. 19 ઉમેદવારમાંથી 1 ઉમેદવાર આમ આદમી પાર્ટીના ખજાનચી અને અમદાવાદ શહેર પ્રમુખ સામે કરોડોની જમીન અંગે ફરિયાદી વિરલ ગોસ્વામીએ કેસ કર્યો છે. આ કેસ મોડાસાની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. વહેલા ઉમેદવાર જાહેર કરવાનું આમ આદમી પાર્ટીને પરિણામ મળ્યું અને ભાજપ તથા કોંગ્રેસને એક મોકો કેજરીવાલ પર આક્ષેપ કરવાનો મળ્યો છે. જ્યારે કેસ કરનાર વિરલ ગોસ્વામીને મુખ્યમંત્રીએ ચર્ચા માટે બોલાવ્યા છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
જે. જે. મેવાડા Dy.SP તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીએ તેણે મહત્વના હોદ્દા પણ આપ્યા. ખજાનચી અને અમદાવાદ શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી. આ સાથે તેણે અસારવા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા હતા.
ઉમેદવાર જાહેર થતાં જ જે. જે. મેવાડા પર આરોપ લાગવાના શરૂ થઈ ચૂક્યા છે. જ્યંતિ મેવાડા પાસે જંત્રી પ્રમાણે 300 કરોડની જમીન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે અને આ જ અંગેની એક ફરિયાદ મોડાસાની કોર્ટમાં થઇ છે. જો કે ફરિયાદ દાખલ થતાંની સાથે જ ફરિયાદી વિરલ ગોસ્વામીને CM ઓફિસ બોલાવવામાં આવ્યા છે અને તે મુલાકાતમાં કે.કૈલાસનાથન પણ અંગત રસ દાખવવા લાગ્યા છે.
વિરલ ગોસ્વામી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતથી જે. જે. મેવાડા અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આમ પણ આમ આદમી પાર્ટીએ આટલા વહેલા ઉમેદવાર જાહેર કર્યા છે તો ઉમેદવારની છબી ખરડવાનો ભય પહેલાથી જ હતો. ત્યારે હવે આમ આદમી પાર્ટી વધુ ઉમેદવાર જાહેર કરવાનું શરૂ રાખશે કે પોતાના નિર્ણય પર ફેર વિચાર કરશે તે જોવાનું રહ્યું.
જાણો શું કહ્યું વિરલ ગૌસ્વામીએ ?
આ મામલે વિરલ ગૌસ્વામી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે હું નોન પોલિટિકલ માણસ છું. હું મુખ્યમંત્રી અને કે. કે. ને મળ્યો હતો તેમને મે આ કેસ બાબતે મુખ્યમંત્રી સાથે વાતચિત કરી હતી અને કેસમાં તટસ્થ તપાસ થાય તે અંગે મે જણાવ્યું હતું અને આ બાબતે SITની રચના કરવામાં આવે. SITમાં જે. જે. મેવાડા સાથે કામ કરેલ કોઈ પણ વ્યક્તિનો આ SITમાં સમાવેશ ન કરવામાં આવે.
ADVERTISEMENT