VIDEO: અચાનક નરેન્દ્ર મોદીને પગે પડ્યા નીતિશ કુમાર, હાજર નેતાઓ જોતા રહી ગયા

PM Modi Video Viral : NDA સંસદીય દળની બેઠકમાં બિહારના મુખ્ય મંત્રી અને જેડી(યુ)ના વડા નીતિશ કુમાર (Nitish Kumar)એ નરેન્દ્ર મોદીને લોકસભાના નેતા, ભાજપ અને NDA સંસદીય દળના નેતા તરીકે નામાંકિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપતા જોરદાર ભાષણ આપ્યું.

PM મોદીને પગે પડ્યા નીતિશ કુમાર

PM Modi Video Viral

follow google news

PM Modi Video Viral : NDA સંસદીય દળની બેઠકમાં બિહારના મુખ્ય મંત્રી અને જેડી(યુ)ના વડા નીતિશ કુમાર (Nitish Kumar)એ નરેન્દ્ર મોદીને લોકસભાના નેતા, ભાજપ અને NDA સંસદીય દળના નેતા તરીકે નામાંકિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપતા જોરદાર ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે અમારી પાર્ટી JDU વડાપ્રધાન પદ માટે મોદીજીને સમર્થન આપે છે. તેમણે સમગ્ર દેશની સેવા કરી છે અને અમે સંપૂર્ણ રીતે તેમની સાથે રહીશું. લોકો અર્થ વગરની વાતો કરે છે.


નરેન્દ્ર મોદીને પગે લાગવા લાગ્યા નીતિશ કુમાર

NDA સંસદીય દળની બેઠકમાં ભાષણ આપ્યા બાદ જ્યારે નીતિશ કુમાર ફરી મંચ તરફ આવ્યા ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પગે લગવાનો પ્રયાસ કર્યો. જ્યારે નીતિશ કુમાર નરેન્દ્ર મોદીને પગે લાગવા માટે આગળ વધ્યા કે તરત જ પીએમ મોદીએ તેમના બંને હાથ પકડીને હાથ મિલાવ્યા, જે બાદ નીતિશ કુમારે પીએમ મોદીના હાથનું નમન કર્યું. 

 

વીડિયો થયો વાયરલ

થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. નોંધનીય વાત એ છે કે સીએમ નીતિશ કુમાર પીએમ નરેન્દ્ર મોદી કરતા એક વર્ષ નાના છે.

 

ફરીથી વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદીઃ નીતિશ કુમાર

આ પહેલા એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધિત કરતી વખતે જેડીયુ વતી નીતિશ કુમારે ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે અને ફરીથી વડાપ્રધાન બનવાના છે. 


 

    follow whatsapp