Vadodara Politics News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવાજૂનાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વાઘોડિયાના બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastav) વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ભાજપે (BJP) ટિકિટ ન આપતા તેમણે પાર્ટી સામે બળવો કરીને અપક્ષથી ચૂંટણી લડી હતી. હવે મધુ શ્રીવાસ્તવ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) સાથે મુલાકાત કરતા તેમની કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની અટકળોએ વેગ પકડ્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસ પ્રમુખ સાથે મુલાકાત બાદ શું કહ્યું?
કોંગ્રેસ નેતા સાથે મુલાકાત વિશે મધુ શ્રીવાસ્તવે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે, કોંગ્રેસની ઓફિસની બાજુમાં રહેતા મારા એક મિત્રને મળવા માટે ગયો હતો. જોકે કોંગ્રેસની ઓફિસમાં શક્તિસિંહ બેઠા હોવાથી તેમને પણ હું મળ્યો હતો. હું કોંગ્રેસ પ્રમુખ સાથે ઔપચારિક મુલાકાત માટે ગયો હતો. થોડા સમય પહેલા હું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પણ મળ્યો હતો.
ટિકિટ કપાતા 2024માં જોઈ લેવાની આપી હતી ચીમકી
નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી સમયે ટિકિટ કપાવા મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપ તરફથી મને ટિકિટ આપવાનું નક્કી હતું. પરંતુ વડોદરાના સાંસદ સહિતના લોકોના કારણે મારી ટિકિટ કપાઈ છે. જે લોકોએ મારી ટિકિટ કાપી છે. તેમને હું આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં જોઈ લઈશ અને હું તેમના ખુલ્લા વિરોધમાં જવાનો છું.
ADVERTISEMENT