દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પોતાના વિસ્તારમાં અપૂરતી વીજળી મળવાના પ્રશ્ને MGVCL ના એમ. ડી. સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમણે બેઠકમાં વીજળીના પ્રશ્નને લઈને અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ખાસ કરીને ખેડૂતોને આપવામાં આવતી વિજળીના પ્રશ્નો MGVCL સામે મુક્યા હતા.
ADVERTISEMENT
પોલીસ કર્મચારીઓના પગારમાં મોટો વધારો, હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને CMનો આભાર માન્યો
વડોદરાના સર્કિટ હાઉસમાં થઈ બેઠક
સાવલી તેમજ ડેસર તાલુકામાં અપૂરતી વીજળીના કારણે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂતોને માત્ર આઠ કલાક વીજળી મળે છે અને તેમાં પણ ટ્રીપિંગ થવાના કારણે ખેડૂતોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તેવી ફરિયાદ સાથે આજરોજ કેતન ઇનામદાર દ્વારા MGVCLના MD તથા અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આ પ્રશ્ન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને આ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવશે તેવી આશા કેતન ઇનામદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
શું કહે છે કેતન ઈનામદાર?
ADVERTISEMENT