UP Opinion Poll : લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારની રચના થઈ ચૂકી છે. NDA સરકાર બની ગઈ છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. જો કે, અપેક્ષા મુજબ અને ચૂંટણી પહેલા જે પ્રકારનું વાતાવરણ હતું તે જોતાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ ત્રીજી વખત મોટી જીત સાથે વાપસી કરશે, પરંતુ તેવું થયું નહીં. એનડીએની સરકાર ચોક્કસ બની ગઈ છે, પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે ભાજપના આ પ્રદર્શનનું કારણ શું હતું?
ADVERTISEMENT
1500 લોકો વચ્ચે સર્વે કરાયો
સી વોટરે 1500 લોકો વચ્ચે સર્વે કરીને આ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કર્યો છે. જેના આધારે નવી બાબતો સામે આવી છે. આ સર્વેનું તારણ કહે છે કે 22.2 ટકા લોકો માને છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનનું કારણ ખોટા ઉમેદવારોને ટિકિટ આપવી છે.
યોગી સીએમ રહેશે કે નહીં? લોકોએ આપ્યો જવાબ
યુપીમાં ભાજપની હાર માટે કોણ જવાબદાર છે? તેવા સવાલના જવાબમાં 28.3 ટકા લોકોનું કહેવું છે કે તેના માટે રાજ્યના નેતાઓ જવાબદાર છે. તો જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ભાજપમાં યોગીને હટાવવાની તૈયારી ચાલી રહી છે, તો 42 ટકા લોકોએ 'હા'માં જવાબ આપ્યો.
ADVERTISEMENT