ચૂંટણી નેતાને ગમે તે કરાવે, લુણાવાડા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવારની પ્રચાર માટે કર્યું આ કામ

વિરેન જોશી, મહીસાગર: લુણાવાડા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ઘોડે ચઢીને પ્રચાર કરવા નીકળ્યા ઘોડા પર સવાર રહી ઘોડાને કરાવ્યો ડાન્સ વીડિયો વાયરલ થયો છે.…

gujarattak
follow google news

વિરેન જોશી, મહીસાગર: લુણાવાડા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ઘોડે ચઢીને પ્રચાર કરવા નીકળ્યા ઘોડા પર સવાર રહી ઘોડાને કરાવ્યો ડાન્સ વીડિયો વાયરલ થયો છે. પોતાના સમર્થકો અને કૉંગ્રેસના કાર્યકરો સાથે ઘોડા પર સવાર થઈ મતદારોનું સમર્થન મેળવવા રેલી સ્વરૂપે ગામડે ગામડે પહોંચી સમર્થન માંગી રહ્યા છે.

ગુલાબસિંહ ચૌહાણે લુણાવાડા વિધાનસભા બેઠકના વિરણીયા વિસ્તારમાં સરકારી ચમરીયા તેમજ આસપાસના ગામોમાં પ્રચાર કર્યો છે. ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પોતાના મરદારો સુધી પહોંચવા તેમજ મતદારોને આકર્ષીત કરવા અવનવા કિમીયા અપનાવતા હોય છે ત્યારે મહીસાગર જિલ્લા લુણાવાડા વિધાનસભા બેઠકના કૉંગ્રેશના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ પણ નવા અંદાજમાં પ્રચાર કરવા નીકળ્યા હતા અને ઘોડા પર સવાર થઈ ને પ્રચાર કર્યો હતો સાથે સાથે પોતાના સમર્થકોની ઉપસ્થિતમાં ઘોડા પર સવાર રહીને ઘોડાને ડાન્સ પણ કરાવ્યો હતો અને જે વીડિયો વાયરલ થયો છે

હાલ ઘોડે ચઢીને પ્રચાર કરી રહેલા કૉંગ્રેશના ઉમેદવાર પરીણામ પહેલાજ ઘોડે ચઢી ગયા છે. ત્યારે એ જોવું રહ્યું કે આઠ તારીખના પરિણામ આવશે ત્યારે ફરીથી ઘોડા પર સવાર થઈ વિજય સરઘસ કાઢશે કે નહીં

નોંધનીય છે કે 2019ની લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવક સામે બાર હજારથી વધુ મતોએ ચૂંટણી હારી ગયા હતા. ત્યારે ફરી એકવાર કૉંગ્રેસ પાર્ટીએ ઓબીસી સમાજના નેતા ગુલાબસિંહને ઉમેદવાર બનાવી ઓબીસી સમાજને વધુ એક મોકો આપ્યો છે. ત્યારે કૉંગ્રેસ આ બેઠક જીતવામાં સફળ રહશે કે નહીં તે જોવું રહ્યું.

    follow whatsapp