OPS મામલે છેડાયું ટ્વિટર યુદ્ધ, ભાજપના પ્રવક્તાએ Gopal italia પર સાધ્યું નિશાન

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. મુદ્દો કોઈ પણ હોય વળતો જવાબ ચૂંટણી પર તો…

yagnesh dave

yagnesh dave

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. મુદ્દો કોઈ પણ હોય વળતો જવાબ ચૂંટણી પર તો મળે જ. આમ જ પંજાબના નિર્ણય પર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પંજાબ સરકારે OPS લાગુ કરવા અંગે વિચારણા કરવાનું ટ્વિટ કર્યું છે. આ મામલે ગુજરાતમાં ટ્વિટર યુદ્ધ છેડાયું છે. ગોપાલ ઇટલીયાના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ નિશાન સાધ્યું છે.

પંજાબના મુખ્યમંત્રીએ OPS લાગુ કરવા અંગે ટ્વિટ કરતાં જણાવ્યું કે, મારી સરકાર જૂની પેન્શન સિસ્ટમ (OPS) પર પાછા ફરવાનું વિચારી રહી છે. મેં મારા મુખ્ય સચિવને તેના અમલીકરણની શક્યતા અને પદ્ધતિઓનો અભ્યાસ કરવા કહ્યું છે. અમે અમારા કર્મચારીઓના હિત માટે પ્રતિબદ્ધ છીએ. આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષએ ટ્વિટ કર્યું અને કહ્યું કે, આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો. કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.

 

ગોપાલ ઇટાલિયાના ટ્વિટ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ ગોપાલ ઇટલીયાના ગુજરાતી પર પ્રહાર કર્યા છે આ ઉપરાંત તેમણે ગુજરાત સરકારના નિર્ણય અંગે યજ્ઞેશ દવેએ કહ્યું છે, જુઓ તો ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી એક બાજુ પંજાબ ના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીયે છીયે ફિઝિબિલિટી તપાસ કરી રહ્યા છીએ બીજી બાજુ ગુજરાત નો પ્રમુખ કહે નિર્ણય કરી દીધો .ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને ૨૦૦૫ પહેલાના માટે અમલ શરૂ થઈ ગયો છે.

    follow whatsapp