અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર સોશિયલ મીડિયામાં વધુ આક્રમક રીતે કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગુજરાત કોંગ્રસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. ગુજરાતમાં ચૂંટણીની ગતિવિધિઓ તેજ થઈ રહી છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. હેકરે અમેરિકન બિઝનેસમેન બ્રેડ ગાર્લિકહાઉસનું નામ ગુજરાત કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ પર સેટ કર્યું છે તથા તેના સમર્થનમાં કેટલીક પોસ્ટ રિટ્વિટ કરી છે.
આ પ્રકારના હથકંડાઓથી કોંગ્રેસની કામગીરી અટકાશે નહીં
ગુજરાત કોંગ્રેસના નેતા હિરેન બેન્કરે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, આ કોઈ નવી વાત નથી ઇલેક્શન સમયે આ પ્રકારની અલગ અલગ એક્ટિવિટીઓ આ પ્રકારના હથકંડાઓ જોયા છે. કોંગ્રેસ સુધી લોકો સુધી ના પહોંચે, જનાશીર્વાદ ન મળે તે માટે આવા હથકંડાઓ ઘણી વાર થયા છે. આ પહેલા પણ જોયું હતું કે INC Youtubeમાં પણ ચેડાં કરવામાં આવ્યા હતા. ભૂતકાળમાં પણ અલગ અલગ હેન્ડલને બ્લોક કરવાના, બંધ કરવાના પ્રયાસો થયા આવ્યા છે. આજ દર્શાવે છે કે કોંગ્રેસ પક્ષ લોકો સુધી સારી રીતે પહોંચી રહી છે. લોકોનો અવાજ બની રહી છે. આ અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોનો અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ જેતે પક્ષ કે વ્યક્તિ કરી દ્વારા થઈ રહયો છે. તે સફળ નહીં થાય કોંગ્રેસ જન-જનનો અવાજ બનશે અને આ પ્રકારના હથકંડાઓથી કોંગ્રેસની કામગીરી અટકાશે નહીં.
ADVERTISEMENT