અમદાવાદ: મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને લઈ દુનિયાભરમાં ચર્ચાઑ ચાલી રહી છે. મોરબીમાં જ્યાં ઓરેવા કંપનીના માલિકો કાયદાના સકંજામાં આવતા નથી, ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોદીની મોરબી મુલાકાતના ખર્ચને લઈને આ ટ્વીટ કરવામાં આવી હતી જેને લઈ દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સો સામે પ્રાંત અધિકારી ડી એ ઝાલા એ બી ડિવિઝન પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે ને મોરબી કોર્ટે મા રજૂ કરવામાં આવ્યા જેને 15000ના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા
ADVERTISEMENT
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણી અધિકારીએ નોંધાવી બે શખ્સો સામે ફરિયાદ કરી છે. ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોદીની મોરબી મુલાકાતના ખર્ચને લઈને આ ટ્વીટ કરવામાં આવી હતી. ત્યારે ખોટી માહિતી ટ્વિટર ઉપર શેર કરીને વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય એને તિરસ્કારની ભાવના ઊભી થાય તેવુ કારણ ફરિયાદમાં દર્શાવાયું છે. દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સો સામે પ્રાંત અધિકારી ડી એ ઝાલા એ બી ડિવિઝન પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટીએમસી નેતા સાકેત ગોખલેની આ સપ્તાહમાં અટકાયત કરવામાં આવી હતી તેને 15000ન બોન્ડ પર જમીન આપવામાં આવ્યા છે.
રાજ્યસભા સાંસદે આપી પહેલી ધરપકડની જાણકારી
સાકેત ગોખલે પર મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને આ મામલે કહ્યું હતું કે, સોમવારે સાકેત નવી દિલ્હીથી જયપુર ફ્લાઈટમાં ગયા હતા ત્યાં ઉતરતાની સાથે જ ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર સેલમાં તેમની સામે ખોટો કેસ કરાયો છે. તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ચુપ થઈ જશે નહીં. પોલીસે માત્ર તેમને એક કોલ કરવાની પરવાનગી આપી હતી જેમાં તેમણે પોતાની ધરપકડ અંગે માતાને ફોન કરીને જાણ કરી હતી.
વિથ ઈનપુટ: રાજેશ આંબલીયા, મોરબી
ADVERTISEMENT