અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કથિત રીતે ઝેરી દારૂ પીવાથી જૂનાગઢમાં થયેલા મોતને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં માત્ર દેખાડાની દારૂબંધી છે. આની સાથે જ તેમણે રોજગારી મુદ્દે પણ ભાજપ પર આખરા પ્રહાર કરતું ટ્વીટ કર્યું હતું.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે.. ગઈકાલે ડ્રાય સ્ટેટ એવા ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા છે. એક બાજુ દેખાડો કરવા પૂરતી દારૂ બંધી છે તો બીજી બાજુ ઝેરી દારૂ અને ડ્રગ્સના કારણે લોકો મરી રહ્યા છે. સરકાર રોજગારીને બદલે ઝેર આપી રહી છે.
ભાજપના ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે શું આ છે ભાજપનું ‘ગુજરાત મોડલ’! ગાંધી-સરદારની ધરતીને હવે નશામાં ડૂબોડી દેવામાં આવી રહી છે.” આની સાથે રાહુલ ગાંધીએ #RejectBJP હેશટેગ પણ મૂક્યું છે.
તરફડિયા મારતા યુવાનો હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત
પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર, જુનાગઢના ઘાંચિપીઠમાં રહેલાત બે યુવાનો ગાંધીચોકમાં લઠ્ઠો કે કેમિકલ જેવું કાંઈ પી જતાં મોત નીપજ્યા છે. સાંજના સાત વાગ્યાના અરસામમાં ગાંધીચોકમાં રફીક ઘોંઘારી અને તેનો મિત્ર એમ બે યુવાનોને તરફડીયા મારતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલમાં આ યુવાનો પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તો બંનેના શંકાસ્પદ મોતને આધારે પોલીસે તપાસ આરંભી છે.
ADVERTISEMENT