Gujarat ના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી અપાશે: ઊર્જા મંત્રી કનુ દેસાઈ

Gandhinagar: ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયો છે જેને લઈને ખેડૂતોએ જ્યાં શરૂઆતી સારા વરસાદને ધ્યાને લઈને વિવિધ પાકો લેવા ખેતી શરૂ કરી હતી, વાવેતર કર્યા હતા…

gujarattak
follow google news

Gandhinagar: ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયો છે જેને લઈને ખેડૂતોએ જ્યાં શરૂઆતી સારા વરસાદને ધ્યાને લઈને વિવિધ પાકો લેવા ખેતી શરૂ કરી હતી, વાવેતર કર્યા હતા તેની ચિંતા ઊભી થઈ છે. જેને લઈને ખેડૂતોને વિકલ્પ રૂપે વીજળી પુરતી મળે અને તેઓ પીયતનું પાણી ભૂગર્ભજળ, કૂવા વગેરેથી મેળવી શકે તો તેમનો પાક બચે તેવી આશાઓ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા અગાઉ કેટલાક જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં હવે

અગાઉ કયા જિલ્લાઓના જાહેર કર્યા હતા નામ

મંત્રી કનુ દેસાઈએ અગાઉ કહ્યું હતું કે, રાજ્યમાં વરસાદ ખેંચાતા ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકને બચાવવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતોની જરૂરીયાત અને માંગણી અનુસાર વીજળી અને પાણી પૂરૂ પાડવામાં આવશે.

મહિસાગરને પણ આપો 10 કલાક વીજળીઃ ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન

ગુજરાતના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ છે કે, રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજળી પુરી પાડવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યુ કે, ત્યારબાદ અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી તા. 2.09.2023થી કરાશે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તા. 5.09.2023 થી 10 કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

    follow whatsapp