14મી વિધાનસભાનું અંતિમ સત્ર ફક્ત બે દિવસનું?

અમદાવાદ: રાજ્યમાં વર્ષના અંતે દિવાળી બાદ ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ચૂંટણીને લઈને…

gujarat vidhansabha

gujarat vidhansabha

follow google news

અમદાવાદ: રાજ્યમાં વર્ષના અંતે દિવાળી બાદ ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ચૂંટણીને લઈને જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થયું હતું ત્યારે હવે 14 મી વિધાનસભાનું અંતિમ સત્ર ખૂબ જ ટૂંકું યોજશે. વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર 22 અને 23 સપ્ટેમ્બરે યોજાઇ શકે છે.

ગુજરાતમાં ચૂંટણીને લઈ તડમાર તૈયારી ચાલી રહી છે. રાજ્યની જનતા પર અનેક યોજના અને ખાતમુહૂર્તનો ધોધ વરસી રહ્યો છે.ત્યારે 14 મી વિધાનસભાનું અંતિમ સત્ર સપ્ટેમ્બર મહિનાના અંતમાં મળશે. આગમી કેબિનેટ બાદ વિધાનસભાના ચોમાસું સત્રનું આહ્વાન કરવામાં આવી શકે છે.

આ વર્ષે 2 માર્ચથી ભૂપેન્દ્ર પટેલ સરકારની અગ્નિ પરીક્ષા શરૂ થઈ હતી આ સમયે પ્રથમ બજેટ સત્ર યોજાયું હતું. કનુ દેસાઇએ બજેટ રજૂ કર્યું હતું. ગત માર્ચ મહિનામાં બજેટ સત્ર યોજાયા બાદ હવે આગામી મહિનામાં વિધાનસભાનું બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર યોજાઈ શકે છે. આવતા સપ્તાહે કેબિનેટની બેઠક બાદ વિધાનસભા સત્રનું આહવાન કરવામાં આવી શકે છે. 14મીવિધાનસભાનું છેલ્લું સત્ર મળશે.

શું થશે આ સત્રમાં?
14મી વિધાનસભાના અંતિમ સત્રના પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્વાંજલિ આપી ગૃહની કામગીરી મુલત્વી રાખવામાં આવશે. જ્યારે બીજા દિવસે ગૃહની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં હાલ વિવિધ આંદોલનો ચાલી રહ્યા છે અને રખડતા ઢોરને લઈ સરકારમા મૂંઝવણમાં છે. ચોમાસાના ટૂંકા વિધાનસભા સત્રમાં સરકાર ઉપર વિપક્ષ હાવી થવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે.

રખડતાં ઢોર નિયંત્રણ કાયદો બનશે મહત્વનો
વર્ષ 2022ની શરૂઆતમાં બજેટ સત્ર દરમિયાન સરકાર મધરાતે રખડતા ઢોર નિયંત્રણ કાયદો લઈને આવી હતી પણ રાજ્યમાં ભારે વિરોધના પગલે સરકારને આ કાયદો સ્થગિત કરવો પડ્યો હતો. જોકે હવે આ મામલે હાઈકોર્ટે પણ ફટકાર લગાવી છે ત્યારે સરકારે ૮ મહાપાલિકા અને ૨૫૬ નગરપાલિકા માટે રખડતા ઢોરને લઈ નિર્ણય કર્યો છે અને ઢોરને પકડવામાં આવી રહ્યાં છે. ત્યારે આ બાબતે સત્રમાં ચર્ચા થઈ શકે છે.

    follow whatsapp