વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં મહિલાનું યોગદાન રહ્યું મહત્વનું

અમદાવાદ: ભારત તેની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે ભારતીય રાજકારણના આ યુગે અનેક ઉતાર ચડાવ જોયા છે. આ દરમિયાન ભારતના રાજકીય ઇતિહાસને આગળ…

gujarattak
follow google news

અમદાવાદ: ભારત તેની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે ભારતીય રાજકારણના આ યુગે અનેક ઉતાર ચડાવ જોયા છે. આ દરમિયાન ભારતના રાજકીય ઇતિહાસને આગળ ધપાવવા મહિલા પણ ખૂબ જ સક્રિય રહી છે. ભારતની મહિલાનું રાજકારણમાં મહત્વનું યોગદાન રહ્યું છે. ભારતીય લોકશાહીને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વિશ્વની આ મોટી લોકશાહી માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી દેશના ત્રીજા અને એકમાત્ર મહિલા વડાપ્રધાન હતા. તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પુત્રી હતા. તેઓ જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી પ્રથમ વખત વડાપ્રધાન રહ્યા હતા. તે પછી, જાન્યુઆરી 1980 થી ઓક્ટોબર 1984 સુધી તેઓ વડા પ્રધાન હતા. ઓક્ટોબર 1984માં તેમની હત્યા કરવામાં આવી હતી. તેણી તેની રાજકીય કુશળતા અને મજબૂત ઇચ્છાશક્તિ માટે ખૂબ જ પ્રખ્યાત હતા.

ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં દેશમાં વર્ષ 1975થી 1977 દરમિયાન ઈમરજન્સી લદાવવામાં આવી હતી. પ્રેસ પર પણ સેન્સરશિપ લાદવામાં આવી હતી. વર્ષ 1980માં તે ફરી સત્તામાં આવી. 1984 માં, તેમણે સૈન્યને સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવવાનો આદેશ આપ્યો.આ સમયે દેશના રાસ્ટ્રપતિ જ્ઞાની જેલ સિંહ હતા. ઇન્દિરા ગાંધીની હત્યા પણ ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લેવાની ભાવના સાથે કરવામાંઆવી હતી. ઇન્દિરા ગાંધીની હત્યા તેમના જ અંગરક્ષકોએ 31 ઓક્ટોબર 1984ના રોજ કરી હતી.

ગાયત્રી દેવી
ભારતના રાજકારણમાં મહિલાઓના યોગદાનની વાત કરવામાં આવે છે ત્યારે મહારાણી ગાયત્રી દેવીનું નામ અચૂક યાદ આવે જ. કૂચ બિહારની રાજકુમારી અને જયપુરની રાજમાતા ઈન્દિરા ગાંધીની કટ્ટર વિરોધી હતી. ઇમરજન્સી દરમિયાન ગાયત્રી દેવીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ગાયત્રીદેવી સવાઇ માનસિંહ (બીજા)ના ત્રીજા પત્ની હતા. રાજકીય સૂઝ બુઝના કારણે તે સતત ચર્ચામાં રહ્યા હતા. ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે. સૌથી વધુ મતો સાથે ચૂંટણી જીતવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમણે સ્વતંત્ર પાર્ટીની ટિકિટ પર વર્ષ 1962માં લોકસભા ચૂંટણી જીતી હતી. તેઓ આ ચૂંટણી જયપુર બેઠક પરથી 1,75,000 મતોથી જીત્યા હતા.

સોનિયા ગાંધી
ભારતના રાજકારણમાં ગાંધી પરિવારનો દબદબો રહ્યો છે. આઝાદીથી લઈ અત્યાર સુધીમાં ગાંધી પરિવારમાંથી ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી જેવા નેતાએ ભારતના રાજકારણમાં આગવું નામ બનાવ્યું છે. જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો સોનિયા ગાંધીનું પણ યોગદાન મહત્વ પૂર્ણ રહ્યું છે. ઇટાલીમાં જન્મેલી સોનિયા ગાંધી રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા બાદ ભારત આવી હતી. બોમ્બ બ્લાસ્ટમાં પતિના આકસ્મિક મૃત્યુ બાદ સોનિયાને રાજકારણમાં આવવું પડ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ દેશમાં બે વખત કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર બની હતી. 2004ની ચૂંટણીમાં યુપીએની જીત છતાં તેમણે વડાપ્રધાન બનવાનો ઇનકાર કરી દીધો હતો. હાલમાં તે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે.

જે લલીતા
અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જે જયલલિતા બાદમાં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. તે AIADMKના વડા હતા. તમિલનાડુની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં તેનું નામ છે. તેમની રાજકીય કારકિર્દી લગભગ ત્રણ દાયકા સુધી ચાલી હતી. લોકો તેને પ્રેમથી ‘અમ્મા’ કહેતા. જોકે, ભ્રષ્ટાચારના આરોપમાં તેમને જેલમાં રહેવું પડ્યું હતું. 5 ડિસેમ્બર 2016ના રોજ તેમનું નિધન થયું હતું. જે લલિતાની પ્રચંડ લોક ચાહના હતી અને લોકો તેમણે ખૂબ માન સન્માન આપતા હતા. ભારતના રાજકારણમાં સતત ત્રણ દાયકા સુધી સક્રિય રહ્યા હતા.

સુષ્મા સ્વરાજ
ભાજપમાં સૌથી સન્માનિત નેતાની વાત કરવામાં આવે ત્યારે સુષ્મા સ્વરાજનું નામ અચૂક લેવામાં આવે છે. તેમની જબરદસ્ત વહીવટી ક્ષમતાનો લાભ દેશને મળ્યો. વિદેશ મંત્રી બનનાર તે દેશની બીજી મહિલા હતી. જે યુઝર્સે ટ્વિટર પર પોતાની સમસ્યાઓ જણાવી હતી તેઓ તરત જ તેમની મદદ લેતા હતા. બીજાને મદદ કરવાની તેમની ભાવનાએ કરોડો લોકોના દિલ જીતી લીધા હતા. તેમના મૃત્યુ બાદ 2020માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. લોકોને સુષ્મા સ્વરાજ સુધી મદદ લેવા જવું પડતું ન હતું. તે ટ્વિટરના માધ્યમથી પણ લોકોને મદદ કરતાં હતા.

મમતા બેનર્જી
સાંપ્રદ સમયમાં ભાજપ દેશમાં સૌથી શક્તિશાળી પાર્ટી માનવામાં આવે છે ત્યારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભાજપે સરકાર બનાવવાના સપના જોયા હતા. આ સપનાંને મમતાએ ચકણચૂર કર્યા હતા મુખ્યમંત્રી મમતા બેનર્જીને પ્રેમથી દીદી કહેતા હતા. તેમણે 1997માં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. તેમણે બંગાળમાં 34 વર્ષ જૂની સીપીઆઈએમ સરકારને સત્તા પરથી હટાવ્યા હતા. મમતા દેશના પ્રથમ મહિલા રેલવે મંત્રી પણ રહી ચૂક્યા છે.

માયાવતી
માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ઉત્તર પ્રદેશ અંગે કહેવામાં આવે છે કે “દિલ્હીકા રાસ્તા યુપીસે ગુજરતા હૈ” ઉત્તર પ્રદેશ વસ્તીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટું રાજ્ય છે. તેમને સૌથી શક્તિશાળી દલિત નેતા માનવામાં આવે છે. દેશભરના કરોડો દલિતો દ્વારા તેમનું ખૂબ સન્માન કરવામાં આવે છે. તેમનાથી પ્રેરિત થઈને ઘણી દલિત મહિલાઓએ રાજકારણને પોતાની કારકિર્દી બનાવી છે. તે બીએસપીના વડા છે.

    follow whatsapp