અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ અલગ અલગ રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. એક બાદ એક રાજકીય પક્ષોની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ પર છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં નવા પક્ષ સાથે ચૂંટણી મેદાને ઉતારવાની તૈયારી બતાવી છે. આ સાથે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની નજર હતી ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની મુલાકાત થતા ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવવાવની પૂરે પૂરી સંભાવના છે.
ADVERTISEMENT
વાઘેલા અને રાવનું ગઢબંધન?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ મહિનાના અંતમાં જાહેર થવાની સંભાવના છે. ત્યારે હવે વાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ પર તમામ રાજકીય પક્ષોની નજર છે. ગુજરાતમાં સતત રાજકીય નેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતની ચૂંટણીમાં કેસીઆર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે તેવ સમાચાર સામે આવી રહ્યા છે. કે.સી.આર નવી પાર્ટી બનાવીને ગુજરાત સહિત દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને લઈને તૈયારી કરવાના નિર્દેશ પણ આપી દીધા હતા. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા અને તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની મુલાકાત તેલંગણામાં થઈ છે. આ મુલાકાત ગુજરાતના રાજકારણને અસર કરશે. ગુજરાતની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા અને ચંદ્રશેખર રાવનું ગઢબંધન જોવા મળે તો નવાઈ નહીં.
કે. ચંદ્રશેખર રાવ રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરશે
તેલંગણાના મુખ્યમંત્રી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર રાવ નવી પાર્ટીની રચના કરી અને રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. જો કે, આ મામલે કોઈ હજુ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. એવી અટકળો છે કે, ઓક્ટોબરમાં દશેરાના અવસર પર આ મામલે સત્તાવાર જાહેરાત કરી શકે છે. ટીઆરએસના ધારાસભ્ય અને મંચેરિયલ જિલ્લા કમિટિના અધ્યક્ષ બાલકા સુમને કહ્યું કે, અમે અલગ અલગ જિલ્લા અધ્યક્ષ, કેસીઆરને અપીલ કરીએ છીએ કે, તેમને રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કરવો જોઈ અને એક રાષ્ટ્રીય પાર્ટી શરુ કરવી જોઈએ. ત્યારે હવે ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT