રાજકોટઃ રાજકોટના ધોરાજીમાં મોહરમના તહેવાર દરમિયાન તાજીયાના ઉજવણીમાં એક ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 15થી 20 લોકોને વીજ કરંટ લાગતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શોક વ્યક્ત કર્યો હતો અને મૃતક મુસ્લિમ ભાઈઓના અવસાનને લઈને ભારે હૃદય સાથે તેમને જન્નત મળે તેવી દૂઆ કરી હતી.
ADVERTISEMENT
શું બની ઘટના
ઘટના રાજકોટના ધોરાજીના રસુલપરા વિસ્તારમાં બની હતી. તાજીયાની ઉજવણીમાં લોકો તાજીયાને ઉપાડી રહ્યા હતા. આ દરમિયાન તાજીયાના છત પરથી પસાર થતો વીજળીનો વાયર અડી ગયો હતો. જેના કારણે તાજીયાના છત પર ઉભેલા લોકોને વીજ કરંટ લાગ્યો હોવાની પ્રારંભીક જાણકારી મળી રહી છે. કરંટ લાગતા જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કરંટ લાગતા લોકોની હાલત જોઈ શકાય છે. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તેઓના નામ જુનેદ હનીફ માજોઠી અને સાજીદ જુમાં શમા છે. 15 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે. તેમને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી તાજીયાના ઉજવણીમાં ભારે ઉદાસી છવાઈ ગઈ છે. લોકોએ આ ઘટનાનો શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજે મુસ્લિમ ભાઈઓનો મહોરમનો તહેવાર છે જેને લઈને ઠેરઠેર તાજીયાના જુલુસ નીકળ્યા છે.
રાજકોટના ધોરાજીમાં તાજીયામાં લાગ્યો 20 લોકોને કરંટઃ 2 ના મોત
શક્તિસિંહે કહ્યુંઃ અલ્લાહને હૃદયપૂર્વકની દુઆ કરું છું
ADVERTISEMENT