‘ગોધરાનું પુનરાવર્તન ના કરવું પડે’- સુરતમાં VHP નેતાના આ નિવેદનથી કોઈ કાયદો તૂટે છે સુરત પોલીસ?

સંજયસિંહ રાઠોડ.સુરતઃ હરિયાણાના નુહુમાં ધાર્મિક યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચેની અથડામણને લઈને હરિયાણા સહિત પડોશી રાજ્યોની પોલીસ પણ એલર્ટ મોડ પર છે. આ ઘટનાને લઈને…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ હરિયાણાના નુહુમાં ધાર્મિક યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચેની અથડામણને લઈને હરિયાણા સહિત પડોશી રાજ્યોની પોલીસ પણ એલર્ટ મોડ પર છે. આ ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ગુજરાતના સુરતમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રમખાણોની ટીકા કરી હતી અને ગુનેગારોને ચેતવણી આપી હતી. સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં નુહુ ઘટનાને લઈને એકઠા થયા હતા. નહુ તોફાનોમાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

નુહુની ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા

આ તસવીરો સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારની છે, જ્યાં બુધવારે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા. આ કાર્યકરોમાં પુરૂષો ઉપરાંત મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. હરિયાણાના નુહુમાં ધાર્મિક યાત્રા દરમિયાન જે રીતે બે સમુદાયો વચ્ચે તણાવ વધ્યો હતો અને તે તણાવ હુલ્લડમાં ફેરવાઈ ગયો હતો જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નુહુની ઘટનાને લઈને હરિયાણા સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ પણ આ મામલે સરકારને ઘેરી રહી છે. નુહુની ઘટનાની અસર હરિયાણાથી ઘણા કિલોમીટર દૂર ગુજરાતના સુરતમાં જોવા મળી છે.

‘કોફી વિદ કલેક્ટર’ જૂનાગઢના આ અધિકારીએ કેમ શરૂ કર્યો આ કાર્યક્રમ?

VHP નેતાએ ઝેર ઓક્યું કે નહીં? જાતે વાંચી નક્કી કરો

વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળના મંત્રી નિલેશ અકબરીએ કહ્યું કે, હરિયાણાના મેવાત ક્ષેત્રના નુહુમાં બે દિવસ પહેલા બનેલી ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જેહાદી કટ્ટરપંથીઓએ હિંદુ ધર્મની ધાર્મિક યાત્રા પર હુમલો કરી નરસંહાર કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે 2 ઓગસ્ટે દેશવ્યાપી ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેર બજરંગદળ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં દરેક જિલ્લા કેન્દ્ર પર ધરણાંનો કાર્યક્રમ છે અને ગુજરાતમાં પણ તમામ જિલ્લા કેન્દ્રો પર પિકેટીંગનો કાર્યક્રમ છે. જે રીતે આ દેશમાં જેહાદી માનસિકતા વિકસી રહી છે, અમે આ માનસિકતાને સમગ્ર દેશમાં અને દુનિયામાં ઉજાગર કરવા માટે આ વિરોધ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જેહાદીઓ આતંકવાદીઓના આકાઓને જણાવે છે કે હિંદુઓની ધીરજની રાહ ન જુઓ, જ્યારે હિંદુઓ જાગશે ત્યારે દુનિયાએ તેમની બહાદુરી જોઈ છે અને તમે પણ જોઈ હશે. અમે જેહાદી આતંકવાદીઓના આકાઓને જણાવીએ છીએ કે તેઓ સામે સમજે અને દેશમાં શાંતિ જાળવી રાખે જેથી ગોધરા પછી ગુજરાતમાં જે બન્યું તેનું પુનરાવર્તન ન કરવું પડે.

નેતાના દિકરા મોજમાં, તમારા સંતાનોનું શું? જાતે વિચારો

ઉલ્લેખનીય છે કે, હાલમાં ઠેરઠેર ધાર્મિક સંગઠનો અને ધાર્મના નામે કરવામાં આવાતા ઝેરી ભાષણો દિવસેને દિવસે સભ્ય સમાજના ચિથરાં ઉડાડી રહ્યા છે પરંતુ બોલવાની કે આ નફરતી વાતાવરણથી દૂર રહેવા પોતાની જાતે જ તેનાથી અંતર કરવાની ભાગ્યે જ લોકોને પડી છે. આવી ઘટનાઓ જ્યારે પણ બની છે ત્યારે કોઈને કોઈ રીતે ધર્મના નામે ઝેર ઉમેરીને લોકોના અંદર ધાર્મિક વૈમનશ્યની જ્વાળાઓ ઊભી કરવામાં આવતી હોય છે. આપણો ધર્મ તો છોડો હવે આપણો કાયદો અને અંતર આત્મા પણ આપણને પુછતો બંધ થયો છે કે ખરેખરમાં નેતાઓ, ટેકેદારો, સમર્થકો પોતાના સંતાનોને વિદેશ ભણવા મોકલે છે, આ તરફ કટુવચનોથી ગરીબ અને મધ્યમવર્ગના સંતાનોના હાથમાં હથિયાર આવી જતા હોય છે. આવી ઘણી ઘટનાઓ બની છે જેમાં પકડાયેલા શખ્સો કોઈ મોટા કદાવર નેતાના નહીં પણ સામાન્ય કામ કરીને ઘર ચલાવતા અને સતત મહેનત કરતા પિતાના પુત્રો કાયદાના સકંજામાં છે. કદાવર નેતાના સંતાનો તો ક્યાંય મોજમાં જીવન જીવે છે. આપણે આપનું ખાસ વિચારવું રહ્યું.

    follow whatsapp