સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે આજે પેટા ચૂંટણી સંદર્ભે મતદાન થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20ના ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું સ્વર્ગવાસ થતા આ બેઠક ઉપર પણ આજે મતદાન થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20 ની આ ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજેશ રાણાને ટિકિટ આપી છે જ્યારે કાંગ્રેસ એ શૈલેષ રાયકાને ચૂંટણી ના મૈદાને ઉતાર્યો છે.
ADVERTISEMENT
નૂંહ રાયોટિંગઃ જે હોટલમાંથી વરસ્યા હતા પથ્થર, તે હોટલ પર ચાલ્યું બુલ્ડોઝર
મીડિયાનો સવાલ વેધક સાબિત થયો
ભાજપ કાંગ્રેસ અને આપ સહિત કુલ ૨૩ કેન્ડીડેટ ચૂંટણીના મેદાનમાં છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 ના વિસ્તારમાં રહેતા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે ભટાર રોડ ઉપર આવેલી ઉત્તર ગુજરાત સ્કૂલ ખાતે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને પોતાના મતાધીકારનો પ્રયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ સી આર પાટીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહી હતી પેટા ચૂંટણીમાં એમની વિજય થશે. જ્યારે સી આર પાટીલને પૂછવામાં આવ્યું હતું કે, ગુજરાતના ભાજપના નેતાઓ રાજીનામાઓ આપી રહ્યા છે ત્યારે એમને કહ્યું કે કયું રાજીનામું ? અને વાતને ટાળી દીધી હતી.
ADVERTISEMENT