ST ની બસના ભાડામાં રૂ. 1થી 6 સુધીનો વધારોઃ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ્સને મબલખ કમાણી-ST પર આર્થિક ભારણ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એસટી બસના ભાડામાં રૂપિયા 1થી લઈને 6 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જે સુવિધાઓ પ્રમાણે અલગ અલગ છે. જોકે અહીં સવાલ…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એસટી બસના ભાડામાં રૂપિયા 1થી લઈને 6 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જે સુવિધાઓ પ્રમાણે અલગ અલગ છે. જોકે અહીં સવાલ એ છે કે એસટી વિભાગ દ્વારા આ વધારે 10 વર્ષ પછી પહેલી વખત કરવામાં આવ્યો છે.આટલા વર્ષોમાં ક્યારેય સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગને બસના ભાડા વધારવાની જરૂર ના ઊભી થઈ તો હવે આ બસના ભાડા વધારવામાં આવી રહ્યા છે. જોકે વિભાગે તેનો પણ જવાબ આપ્યો છે કે ભાડા કેમ વધારવામાં આવ્યા છે અને એવી કઈ કઈ બાબતોમાં વિભાગનું આર્થિક ભારણ વધ્યું છે.

કઈ બસમાં કેટલું વધ્યું ભાડુું?

વર્ષ 2014 પછી પહેલી વખત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એસટીના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં રોજના દસ લાખ લોકો બસની મુસાફરી કરે છે. આ ભાડાના નવા ભાવો આજે મધરાત્રીથી જ લાગુ થઈ જશે. લોકલ બસની વાત કરીએ તો લોકલ, એસ્પ્રેસ અને નોન-એસી સ્લીપર બસના ભાડામાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના પછી તમારી મુસાફરી પર કેટલી ટીકીટ વધી ગઈ છે તેનો અંદાજ આપ લગાવી શકો છો. 85 ટકા મુસાફરો એટલે કે અંદાજે 10 લાખ મુસાફરો રોજીંદો પ્રવાસ કરે છે. જેમાં હવે રૂ. 1થી 6 સુધીનો ભાડા વધારો કરવામાં આવ્યો છે. લોકલ સર્વિસીસમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડાના વધારાની અસર નહીવત થશે તેવું વિભાગનું માનવું છે.

નડિયાદ મોટું છે અને સફાઈકર્મીઓ ઓછાઃ ભરતી કરવાની માગને લઈ કામદારોએ કલેક્ટરને આપ્યું આવેદન

ખાનગી ટ્રાન્સપોર્ટરોને બખ્ખા

ગુજરાત એસટી વિભાગના કહ્યા પ્રમાણે, છેલ્લા દસ વર્ષમાં એસટીનું ભાડું વધારાયું નથી. ડીઝલ, મોંઘવારી ભથ્થા, ચેચીસ અને ટાયરોના ભાવમાં વધારો થવાને કારણે ભાડા વધારાનો નિર્ણય કરાયો છે. આપ જાણો જ છો કે ભલે પ્રાઈવેટ ટ્રાસ્પોર્ટ્સ લખ લૂંટ કમાય, ખાનગી બસના જમાવડા અમદાવાદ, સુરત, વડોદરા જેવા ઘણા જ શહેરોના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફીકને અડચણમાં ઊભા રહી મધમાખીઓના ઝૂંડ જેવી સ્થિતિ ઊભી કરે પરંતુ એસટી વિભાગ પર આર્થિક ભારણ છે. એસટી વિભાગ પર વિવિધ કારણોસર આર્થિક ભારણ વધી ગયું હોવાનું તંત્ર કહે છે. જેના કારણે હવે ભાવ વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

નવી ભરતીની વિચારણા

સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંગે વિભાગનું કહેવું છે કે, નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, કંડક્ટર 2034, મિકેનિક 2420 અને ક્લાર્ક 1603 મળી કુલ 8841 જગ્યાઓ પર કર્મચારીઓ લેવા માટે ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે વિભાગગ વધુ શીડ્યુલ સંચાલિત મુસાફરીને વધુ સારી રીતે આયોજન બદ્ધ રીતે કરી શકે.

સોશ્યલ મીડિયા પર ના કરી આ અંગે જાહેરાત?

આમ તો સામાન્ય દિવસોમાં જીએસઆરટીસીના ઓફિશ્યલ ટ્વીટર હેંડલ પર નજર કરો તો વિવિધ બાબતોના ટ્વીટ્સ જોવા મળતા હોય છે. બસને લીલી ઝંડી આપવાથી લઈને પ્રધાનમંત્રીના મન કી બાતના 100મા એપિસોડનું ચાલુ બસમાં પ્રસારણ બતાવાયું તેને લઈને પણ ગર્વ કરીને ટ્વીટ કરાતું હોય છે પરંતુ મુસાફરો માટે મહત્વની અને મુસાફરોને સીધી અસર કરતી આ માહિતી સોશ્ય મીડિયા પર મુકવાથી તંત્રએ અંતર રાખ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. હાલ આ લખાય છે ત્યાં સુધી જીએસઆરટીસીના સોશ્યલ મીડિયા હેંડલ પર આ અંગે કોઈ જાણકારી દર્શાવાઈ નથી.

    follow whatsapp