અમદાવાદ: છેલ્લા 6 દાયકાથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય અને સંસદ સભ્યથી શરૂઆત કરનાર સોમા પટેલ છેલ્લા 2 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહ્યા છે. 2020માં રાજ્યસભાની ચૂંટણી સમયે સોમા પટેલ વહેતા પ્રવાહમાં હાથ ધોઈ અને કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને ભાજપે કોળી સમાજના નેતા સોમ પટેલને કદ પ્રમાણે વેતર્યા અને ટીકીત આપી ન હતી. તે સમયે કોંગ્રેસથી બગાવત કરી હતી એટલે સોમ પટેલ માટે કોંગ્રેસનો દરવાજો બંધ હતો જ્યારે ભાજપે ટીકીટ આપી ન હતી ત્યારે સોમા પટેલે NCP પાસે પણ ટીકીટની માંગણી કરી હતી. પરંતુ ટિકિટનો મેળ પડ્યો ન હતો. હવે 2022ની ચૂંટણી પહેલા સોમ પટેલને ફરી સત્તા લાલસા જાગી છે અને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
રાજ્યમાં કોઈ પણ ચૂંટણી આવે એટલે જાણે પક્ષ પલટાની સિઝન શરૂ થઈ જતી હોય છે. રાજકીય આગેવાનોનો ભરતી મેળો શરૂ થઈ જાય છે. આવી જ સિઝન 2020માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી સમયે આવી હતી. જેમાં અબડાસા, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા અને લીમડીના ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. આ સમયે લીમડીના ધારાસભ્ય સોમા પટેલની હાલત કફોડી બની હતી. સોમ પટેલને ભાજપે રિપીટ કર્યા ન હતા.
ચૂંટણી લડશેએ નક્કી
સોમા પટેલ સાથે ગુજરાત તકે ચૂંટણી લડવા અંગે વાત કરી હતી તેમાં સોમ પટેલે કહ્યું કે હું ગુજરાતમાંથી ચૂંટણી લાડવાનો છું. ક્યાંથી ચૂંટણી લડુએ મને પણ ખબર નથી અને કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડીશ એ પણ ખબર નથી. હું લડવાનો છું. 11 ચૂંટણી લડ્યો છું અને હવે છેલ્લે છેલ્લે 12 મી ચૂંટણી લડવાનો છું. હું ભાજપમાંથી પણ જીત્યો છું અને કોંગ્રેસમાંથી પણ ચૂંટણી જીત્યો છું.
સોમા પટેલ માટે આ રસ્તા છે ખુલ્લા
ગુજરાતમાં આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી, એનસીપી, એઆઈએમાઈએમ અને પૂર્વ મુખ્યમંત્રીની પ્રજા ડેમોક્રેટિક પાર્ટી ચૂંટણીના મેદાને છે ત્યારે સોમા પટેલ માટે કોંગ્રેસમાં ઘર વાપસી સહિત તમામ રસ્તાઓ ખુલ્લા છે આ ઉપરાંત ભાજપ સોમા પટેલને ટિકિટ નહીં આપે. ભાજપ ઓબીસી સમાજનું સતત વર્ચસ્વ ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યું છે. સોમ પટેલ માટે અપક્ષ ચૂંટણી લડવાનો રસ્તો પણ ખુલ્લો છે.
ભાજપ કોળી સમાજનું વર્ચસ્વ ઘટાડે છે
ભાજપનું રાજકીય સમીકરણ સૌથી અલગ જ રહ્યું છે. ગુજરાતમાં જો જ્ઞાતિની વાત કરવામાં આવે તો 2017માં 48 ટકા ઓબીસી સમાજના મત હતા, 14.75 ટકા આદિવાસી સમાજના મત હતા અને 11 ટકા પાટીદાર સમાજના મત હતા. આમ ગુજરાતમાં સૌથી વધુ છે તેવા સમાજના નેતાને ભાજપ કાપી રહ્યું છે. ભાજપ ઓબીસી સમાજનું વર્ચસ્વ સતત ઘટાડી રહ્યું છે. ભાજપના હીરા સોલંકી, પરસોતમ સોલંકીનું કદ ઘટાડવામાં આવ્યું ત્યાર બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલ કુંવરજી બાવળિયાને પણ કદ પ્રમાણે વેતરીનાખવાંમાં આવ્યા અને સોમ પટેલને પણ 2020ની પેટા ચૂંટણીમાં ટીકીટ આપવામાં આવી ન હતી.
ADVERTISEMENT