અમદાવાદ: ગુજરાતમાં આગામી થોડા મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) પર 2022ની ચૂંટણીમાં જંપ લાવવાની તૈયારી કરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા આગામી થોડા દિવસોમાં એક નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી શકે છે.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા જ નવી પાર્ટીની જાહેરાત
વિગતો મુજબ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને નેતા શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામની નવી પાર્ટીની સ્થાપના કરીને આગામી ચૂંટણીમાં ઉતરી શકે છે. આ અગાઉ 2017ની ચૂંટણીમાં પણ શંકરસિંહ વાઘેલા જન વિકલ્પ નામની પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતર્યા હતા.
સુબ્રમણ્યમ સ્વામીની ‘બાપુ’ સાથે મુલાકાત
બીજી તરફ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ શંકરસિંહ વાઘેલા સાથે શનિવારે મુલાકાત કરી હતી. આ અંગે તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, આજે હું મારા જનસંઘના જૂના મિત્ર અને ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રિય મંત્રી, જનસંઘના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાને મળ્યો. ભાજપ અને કોંગ્રેસ સાથે મતભેદના કારણે હવે તેમની પોતાની પાર્ટી છે. પરંતુ જ્યારે તેઓ જનસંઘમાં હતા ત્યારે અમે ખૂબ સારા મિત્રો હતા. ઘણા વર્ષો બાદ તેમને મળ્યો.
‘બાપુ’ ભાજપ-કોંગ્રેસ-આપના મત તોડશે
શંકરસિંહ વાઘેલાની સુબ્રમણ્યમ સ્વામી સાથેની મુલાકાત બાદ નવી પાર્ટી બનાવવાની વાત સામે આવી છે. એવામાં શું સુબ્રમણ્યમ સ્વામી આ પાર્ટીમાં જોડાશે કે કેમ તે ખાસ જોવાનું રહેશે. બીજી તરફ 2017ની ચૂંટણીમાં પણ ‘બાપુ’એ નવી પાર્ટી બનાવી હતી, જોકે તેમની કોઈ સીટ મળી નહોતી, એવામાં હવે તેઓ ચૂંટણીના 3 મહિના પહેલા નવી પાર્ટી બનાવી અન્ય ત્રણ પાર્ટીઓના મત તોડી શકે છે.
શું હશે શંકરસિંહ વાઘેલીની પાર્ટીના મુદ્દાઓ
શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મુદ્દાઓ જાહેર કરાયા છે. જે મુજબ, વાર્ષિક 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને 12 લાખનું આરોગ્ય કવચ. 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ. બરોજગાર યુવાનોને રોજગારી તથા બેરોજગારી ભથ્થું આપવું.
ADVERTISEMENT