ગાંધીનગરઃ અમરેલીના સાવરકુંડલામાં આવેલા બોયલા ગામે થયેલી યુવકની હત્યા મામલે પોલીસ પર કાર્યવાહી કરવાની માગ સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસ નેતા અમિત ચાવડા, ગ્યાસુદ્દીન શેખ સહિતના નેતાઓ આજે ગુજરાતના પોલીસ વડા સમક્ષ આવી અમરેલીના એસપી પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને એસપીને જ સસ્પેન્ડ કરવાની માગ કરી છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે આ યુવકે અગાઉથી જ પોલીસને પોતાની હત્યાના સંજોગ હોવા અંગે જાણ કરી હતી પરંતુ પોલીસે જ પગલા નહીં લીધા અને આ અંજામ આવ્યો છે અને આવી એક નહીં ઘણી ઘટનાઓ છે. આવી ઘટનાઓને જોતા લાગે છે કે રાજ્યની સરકારે દલિતોની હત્યાનો છૂટો દૌર આપ્યો છે.
ADVERTISEMENT
પાટણ હોય, ખેડા હોય કે મણીનગર અમે આ બાબતોની રજૂઆત DGPને કરીઃ મેવાણી
જીગ્નેશ મેવાણીએ આજે મીડિયા સાથે વાત કરતા કહ્યું, જિલ્લાના દિયોદરમાં થયેલા મોબલિંચિંગનો પ્રયાસ હોય, ખેડા, મણીનગર, પાટણ કે જૂનાગઢમાં મુસ્લિમ સમાજના બિરાદરોને બાંધીને અત્યાચાર કરી માનવ અધિકારના ભંગનું કૃત્ય હોય, કે છેલ્લા કેટલાક દિવસોથી બનેલી દલિતો પરના અત્યાચારની ઘટના હોય. આવી 8 દલિત અત્યાચારની ઘટનાઓ પર અમે ડીજીપીને રજૂઆત કરી છે જેમાં લોકો લેખિત અને મૌખિક રીતે કહેતા હોય કે અમારી પર હુમલો થઈ શકે તેમ છે, હત્યા થાય તેમ હોવા છતા આવી ઘટનાઓમાં પોલીસ પગલા લેતી નથી.
ADVERTISEMENT