BJP ની જીત અંગે રૂપાણીએ કરી મોટી આગાહી, વાંચીને ચોંકી ઉઠશો

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, BJP 2/3થી વધુની બહુમતીથી સરકાર બનાવશે. 7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. .

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે નિવેદન આપતા કહ્યું કે, આવનાર ચૂંટણીમાં ભાજપ 2/3થી વધુની બહુમતીથી ચૂંટણી જીતશે. અને 7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. અને ભાજપ બહુમતી પ્રાપ્ત કરશે. સૌરાષ્ટ્ર અંગે કહેતા કહ્યું કે ગત ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વધુ સીટ આવશે. ગત ચૂંટણીમાં અલગ અલગ સમાજના આંદોલનો હતા.

કોંગ્રેસ અસ્તિત્વની લડાઈ લડી રહી છે
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં વિજય રૂપાણીએ કહ્યું કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસે સરકાર બનાવવા ખૂબ મહેનત કરી હતી. ખૂબ મક્કમ દેખાવ કર્યો હતો. આ વખતે કોંગ્રેસ અસ્તિત્વ માટે લડી રહી છે. કોંગ્રેસ સરકાર બનાવવાની કોઈજ શક્યતા જોતી નથી. આંદોલનો બધા સમાપ્ત થઈ ચૂક્યા છે.

વડાપ્રધાને રૂપાણી સાથે કરી વાતચીત
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા  આ દરમિયાન રાજકોટના કાર્યક્રમમાં વડાપ્રધાન  મોદીએ વિજય રૂપાણીને નજીક બોલાવ્યા અને વાતચીત કરી. આ ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટની જાહેરસભાના મંચ પર પીએમ મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નજીક બોલાવી  વાતચીત કરી

    follow whatsapp