દર્શન ઠક્કર.જામનગરઃ કોંગી નગરસેવીકાએ જામનગર કોર્પોરેશનની સભામાં મેયરને કહી દીધું કે, ‘તમારા ધારાસભ્યને જવાબ નથી આપી શકતા અને અમને બોર્ડમાં બોલવા નથી દેતા’. આજે જામનગર કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અને સાંસદ વચ્ચેની સામાન્ય નોક જોક વચ્ચે જ્યારે મેયરે માથુ મારીને ધારાસભ્ય રિવાબા સામે અવાજ ઊંચો કરીને વાત કરી ત્યારે આજે સવારે રિવાબાએ મેયરને પોતાની ઓકાતમાં રહેવાની વાત કરી હતી. આ કારણે ધારાસભ્ય અને સાંસદની માથાકૂટ તો ચર્ચાનું કેન્દ્ર રહી જ પરંતુ મેયરના પણ જાહેરમાં વટાણા વેરાઈ ગયા હતા. આ મામલો દિવસ ભર ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન રહ્યો પણ હવે જ્યારે સાંજે સભામાં કોંગ્રેસના કોર્પોરેટરને સવાલનો જવાબ નહીં મળ્યો તો કોર્પેરેટરે પણ જાહેરમાં મેયરનો ઉધડો લઈ નાખ્યો હતો. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે રિવાબાનો ખાર અમારા પર શેના કાઢો છો. સભામાં બોલવા નથી દેતા, બોર્ડ બંધ કરો છો.
ADVERTISEMENT
અમરેલી: અજગર અને શિયાળ વચ્ચે જીવન મરણનો જંગ- Video
શું બન્યું બોર્ડની મીટીંગમાં?
દર મે મહિનામાં મળતી જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે મળી હતી. જેમાં વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, બોર્ડની શરૂઆતમાં જ કોંગી નગરસેવીકા રચના નંદાણીયા પ્લેકાર્ડ સાથે આવી પહોંચ્યા હતા. જે પ્લેકાર્ડમાં મનપા દ્વારા કોમર્શિયલ ટેક્સના જંગી વધારા સામે વિરોધ દર્શાવ્યો હતો. એક બાદ એક કોંગી નગરસેવકોના એજન્ડા બાદ કોંગી નગરસેવીકા રચના નંદાણીયા સીધા જ સ્ટેજ પર ચઢી ગયા હતા. જ્યાં પોતાના હાથમાં રહેલું પ્લેકાર્ડ મેયરને આપ્યું હતું. જે બાદ રોષ ઠાલવી સ્ટેજ પર રાસ રમી વિરોધ દર્શાવ્યો હતો. મેયરે આ દ્રશ્યો જોઈ તાત્કાલિક અસરથી બોર્ડ પૂર્ણ કરતા સભાખંડ જાણે ગરમાયું હોય તેમ, કોંગી નગરસેવીકા રચના નંદાણીયા સ્ટેજ પરથી જોર જોરથી બોલવા લાગ્યા કે, તમારા ધારાસભ્યનો ગુસ્સો અહીં અમારા ઉપર ન ઉતારો. તમારા ધારાસભ્યને જવાબ નથી આપી શકતા અને અમને અહીંયા બોલવા નથી દેતા. રચના નંદાણીયાએ કહ્યું કે, મેયરે કોમર્શિયલ ટેક્સ વધારા સામે અમારી રજૂઆત ન સાંભળી અને કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો. આ તાનાશાહી છે, લોકોના વિકાસલક્ષી કાર્યો બોર્ડમાં ચર્ચા કરવાની જગ્યાએ પોતાના અંગત ઓફિસોમાં પોતાને ફાયદો થાય તેમ કરે છે.
ADVERTISEMENT