અમદાવાદ: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતની જનતાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે,ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. ત્યારે તેમના આ નિવેદનને લઈ ભાજપના નેતા અને સહપ્રવક્તા ઋત્વિજ પટેલે સણસણતો જવાબ આપતા કહ્યું કે, જેમનો આખો પરિવાર જામીન પર બહાર છે. તેઓ આ સમગ્ર સત્યની સ્વીકારવાની જગ્યા એ સમગ્ર બાબત પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે.
ADVERTISEMENT
બિહારના નાયબ મુખ્યમંત્રીને ગુજરાત ભાજપના સહ પ્રવક્તા ડૉ ઋત્વિજ પટેલે ઉધડા લીધા છે તેમણે કહ્યું કે, જેમનો સમગ્ર પરિવાર cbi , ED ગંભીર આક્ષેપોનો સામનો કરી રહ્યું છે. જેમનો આખો પરિવાર જામીન પર બહાર છે. તેઓ આ સમગ્ર સત્યની સ્વીકારવાની જગ્યા એ સમગ્ર બાબત પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ પ્રકારની ટિપ્પણીઓથી તેજસ્વી યાદવે બચવું જોઈએ. આ માત્ર ગુજરતીઓનું અપમાન નથી. પરંતુ કોઈપણ દેશના કોઈ પણ ભાગના લોકોનું પ્રાંત વાદના નામે કરેલું અપમાન છે. ગુજરાતની જનતા જોઈ રહી છે. સામે આવે તેનો જડબાતોડ જવાબ આપશે
આ પણ વાંચો: સરહદ ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો કર્યો, પશુપાલકોને માસિક રૂપિયા 2.25 કરોડ વધારે મળશે
જાણો શું કહ્યું તેજસ્વી યાદવે
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતની જનતાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓ PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી પાસેથી રેડ ક્રોસ નોટિસ (RCN) પાછી ખેંચી લેવા અંગે વાત કરી રહ્યા હતા. જેમાં તેજસ્વીએ ગુજરાતીઓ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે – “ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. બે ઠગ છે ને, જે ઠગ છે. આજની સ્થિતિમાં જોવામાં આવે તો માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શકે અને તેમના ઠગને માફ કરવામાં આવશે. LICના પૈસા, બેંકના પૈસા લઈને જો પછી ભાગી જશે તો તેના માટે કોણ જવાબદાર હશે? જો આ ભાજપાઈ જ ભાગી જશે તો શું થશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT