નવી દિલ્હીઃ આસામ પોલીસે ‘રાષ્ટ્રીય બજરંગ દળ’ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રાષ્ટ્રીય બજરંગ દળ પર યુવકોને હથિયારનો ઉપયોગ કરવાની તાલીમ આપવાનો આરોપ છે. વાસ્તવમાં, રાષ્ટ્રીય બજરંગ દળે 24 થી 30 જુલાઈ દરમિયાન આસામના દારંગ જિલ્લામાં એક તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં 18 થી 30 વર્ષના યુવાનોએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય બજરંગ દળની આસામ શાખાના પ્રમુખ દિનેશ કલિતાએ દાવો કર્યો હતો કે આ શિબિરમાં આસામના 28 જિલ્લાના 400થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. તેમને તલવારબાજી, તીરંદાજી અને દુશ્મનો સામે લડવા માટે બંદૂક ચલાવવાની સાથે માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગ કેમ્પનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ હોબાળો વધી ગયો હતો. આ પછી વિપક્ષી દળોએ સરકાર પાસે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે IPCની કલમ 153A અને 34 હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે હેમંતા પેયાંગ અને રતન દાસ નામના વ્યક્તિને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પરંતુ આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધી બજરંગદળ સાંભળવામાં આવતું હતું, પરંતુ આ રાષ્ટ્રીય બજરંગ દળ શું છે? આ જાણતા પહેલા થોડો ઈતિહાસ જાણવો પડશે.
ADVERTISEMENT
તેની કહાની કેવી રીતે શરૂ થઈ?
તેની કહાની પ્રવીણ તોગડિયાથી શરૂ થાય છે. એ જ પ્રવિણ તોગડિયા જે એક સમયે વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે VHPના સૌથી મોટા નેતા ગણાતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજીક હતા. પરંતુ પ્રવીણ તોગડિયા મોદી સરકારના કટ્ટર ટીકાકાર રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદમાંથી તેમની વિદાયનું એક કારણ આ પણ માનવામાં આવે છે. હકીકતમાં, એપ્રિલ 2018 માં, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થયું હતું. VHPના 53 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ રહી હતી. આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ વિષ્ણુ સદાશિવ કોકજે આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમના પહેલા રાઘવ રેડ્ડી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા, જેઓ તોગડિયાના નજીકના માનવામાં આવતા હતા. ચૂંટણીમાં કોકજેને 131 અને રેડ્ડીને 60 મત મળ્યા હતા. VHPના આંતરરાષ્ટ્રીય પ્રમુખ કાર્યકારી પ્રમુખ અને અન્ય પદાધિકારીઓની નિમણૂક કરે છે. કોકજે તોગડિયાના સ્થાને આલોક કુમારને કાર્યકારી પ્રમુખ બનાવ્યા.
જૂનાગઢઃ એકલી રહેતી મહિલાની હત્યા કરી પાણીની ટાંકીમાં નાખી દીધી, લૂંટ વીથ મર્ડરની આશંકા
તોગડિયાએ ફરીથી VHP છોડી દીધું
ચૂંટણીમાં રાઘવ રેડ્ડીની હાર અને કાર્યકારી અધ્યક્ષ પદેથી હટ્યા બાદ તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદ છોડી દીધી હતી. તેમણે 14 એપ્રિલ 2018ના રોજ જ VHP છોડી દીધું હતું. આ અંગેની જાહેરાત કરતાં તોગડિયાએ કહ્યું હતું કે, હું હવે VHPમાં નથી. હું તેમાં 32 વર્ષ રહ્યો. હિન્દુઓના કલ્યાણ માટે મેં મારું ઘર અને મારી ડોક્ટરેટ છોડી દીધી. હું હિન્દુઓના કલ્યાણ માટે કામ કરતો રહીશ. VHP છોડ્યાના બે મહિના પછી તોગડિયાએ જૂન 2018માં પોતાનું નવું સંગઠન બનાવ્યું. તેણે તેનું નામ ‘આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ’ રાખ્યું. પ્રવીણ તોગડિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ સંગઠનની ટેગલાઈન છે ‘હિંદુ હી આગે’. આ સંગઠનમાંથી ‘રાષ્ટ્રીય બજરંગ દળ’ની રચના કરવામાં આવી હતી. VHP છોડ્યા પછી, તોગડિયાએ દાવો કર્યો હતો કે VHPના 80 ટકા કેડર બજરંગ દળના છે અને બજરંગ દળના 90 ટકા કાર્યકરો તેમની સાથે છે.
આ ‘અસલ બજરંગ દળ’થી કેટલું અલગ છે?
જ્યારે ‘વિશ્વ હિન્દુ પરિષદ’ની તર્જ પર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રચના કરવામાં આવી હતી, ત્યારે ‘બજરંગ દળ’ની તર્જ પર રાષ્ટ્રીય બજરંગ દળની રચના કરવામાં આવી હતી. બજરંગ દળ વાસ્તવમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલી સંસ્થા છે. વિશ્વ હિન્દુ પરિષદની વેબસાઈટ અનુસાર, ઓક્ટોબર 1984માં VHP દ્વારા શ્રી રામ જાનકી રથયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે આ યાત્રા અયોધ્યાથી નીકળી રહી હતી ત્યારે તત્કાલીન યુપી સરકારે યાત્રાને સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ યાત્રામાં ઉપસ્થિત સંતોએ યુવાનોને આ રથયાત્રાની જવાબદારી નિભાવવા હાકલ કરી હતી.
‘ગોધરાનું પુનરાવર્તન ના કરવું પડે’- સુરતમાં VHP નેતાના આ નિવેદનથી કોઈ કાયદો તૂટે છે સુરત પોલીસ?
સંતોએ કહ્યું કે જે રીતે રામના કાર્ય માટે હનુમાનજી હંમેશા હાજર રહેતા હતા, તેવી જ રીતે આજના યુગમાં પણ રામના કાર્ય માટે બજરંગીઓનો સમૂહ હાજર રહેવો જોઈએ. આ સંકલ્પ સાથે 8 ઓક્ટોબર 1984ના રોજ બજરંગ દળની સ્થાપના કરવામાં આવી હતી. વિનય કટિયારને બજરંગ દળના સ્થાપક માનવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં બજરંગ દળ યુવાનોમાં વધુને વધુ જાણીતું બન્યું છે. બજરંગ દળનો દાવો છે કે હાલમાં આ પાર્ટીના લગભગ 27 લાખ સભ્યો છે. બજરંગ દળ પોતાના અખાડા પણ ચલાવે છે. બજરંગ દળના જણાવ્યા અનુસાર, દેશભરમાં લગભગ 2,500 અખાડા ચાલી રહ્યા છે.
ADVERTISEMENT