લોકસભા ચૂંટણીની વચ્ચે Rahul Gandhi ની વધી મુશ્કેલી, કોર્ટે મોકલ્યું સમન્સ; શું છે મામલો?

Rahul Gandhi Summoned by Ranchi Court: દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. આ વચ્ચે હવે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને મોટો ઝટકો લાગ્યો છે.

 Rahul Gandhi Summoned

બરાબરના ફસાયા રાહુલ ગાંધી

follow google news

Rahul Gandhi Summoned by Ranchi Court: દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. આ વચ્ચે હવે રાહુલ ગાંધી  (Rahul Gandhi)ને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે, કારણ કે ઝારખંડના રાંચી જિલ્લાની PMLA કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું છે. તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલો ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા સંબંધિત છે.

2018માં થઈ હતી ફરિયાદ

આ ટિપ્પણીથી નારાજ ભાજપ સમર્થક નવીન ઝાએ રાંચીની સિવિલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ પર કાર્યવાહી કરતા કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યું છે. વર્ષ 2018ની વાત છે, રાહુલ ગાંધીએ દિલ્હીમાં ટિપ્પણી કરી હતી કે જો મર્ડર કેસના આરોપી ભાજપમાં અધ્યક્ષ બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં ક્યારે આવું નહીં થઈ શકે. 

હાઈકોર્ટે રાહુલ ગાંધીને ફટકાર્યો હતો દંડ

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે ઝારખંડ હાઈકોર્ટે પણ આ મામલે રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કોંગ્રેસ નેતા પર 1000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. હાઈકોર્ટના આદેશ છતાં રાહુલ ગાંધીએ અમિત શાહ સંબંધિત કેસમાં જવાબ દાખલ કરવામાં વિલંબ કર્યો હોવાથી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે હાઈકોર્ટે તેમને રાહત આપી હતી અને કેસની સુનાવણી અટકાવી દીધી હતી, પરંતુ રાહુલ ગાંધીને આ મામલે જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 
 

    follow whatsapp