અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડમાર તૈયારી ચાલી રહી છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતાની તરફ કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં દિગ્ગજ નેતાઓ ધામા નાખી રહ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ સહિત અનેક દિગ્ગજ નેતાઑ પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ ગાંધી આગમી 5 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે.
ADVERTISEMENT
કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત અને મહાસચિવ વેણુગોપાલ ગુજરાતની મુલાકાતે છે અને બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ આગામી મહિને એટલે કે પાંચમી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રભારી, પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા, ધારાસભ્યો સાથે બેઠકો કરશે અને ચૂંટણીની રણનીતિ ઘડશે. તથા કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના કાર્યકરો અને બુથની જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓને સંબોધન કરશે.
અગાઉ દિલ્હી હાઈકમાન્ડે સ્પષ્ટ પણે આદેશ કર્યો છે કે, આંતરિક જૂથવાદને બાજુ ઉપર મૂકીને એક થઈને ચૂંટણી લડો અને કોઈ પણ ભોગે વિજય મેળવો. ગુજરાતમાં ૨૦૨૨માં યોજાનારી ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થવાની છે અને આ ચૂંટણી જંગ કરો યા મરો સમાન બની રહેવાનો છે. ગુજરાતના પ્રવાસે કોંગ્રેસના સિનિયર નેતાઓ આવી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે.
કોંગ્રેસ 27 વર્ષથી છે સત્તા વનવાસ પર
ગુજરાતમાં એક સમયે કોંગ્રેસે 182માંથી 149 બેઠક મેળવી હતી અને તે રેકોર્ડ કોઈ પક્ષ હજુ સુધી તોડી નથી શક્યું ત્યારે એ જ કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તા વનવાસ પર છે ત્યારે કોંગ્રેસ માટે આ ચૂંટણી કરો યા મરો જેવી સ્થિતિમાં છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ સતત પક્ષપલટો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ હવે ચૂંટણી સમયે નારાજ નેતાઓને માનવી શકશે કે હજુ કોંગ્રેસ નો હાથ અને સાથ નારાજ નેતાઓ છોડશે તે જોવાનું રહ્યું.
ADVERTISEMENT