શેરબજાર પર મોદી-શાહના નિવેદનોને રાહુલ ગાંધીએ બનાવ્યો મુદ્દો, કહ્યું- આ કૌભાંડ છે, JCP તપાસ કરો

Gujarat Tak

06 Jun 2024 (अपडेटेड: Jun 6 2024 6:45 PM)

ચૂંટણીના સમયે પ્રધાનમંત્રી મોદીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. ગૃહમંત્રી અને નાણામંત્રીએ પણ ટિપ્પણી કરી હતી. ત્યારે હવે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓના નિવેદનોને રાહુલ ગાંધીએ મુદ્દો બનાવ્યો છે.

rahul gandhi on share market

rahul gandhi on share market

follow google news

Rahul Gandhi on Share Market Crash : ચૂંટણીના સમયે પ્રધાનમંત્રી મોદીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. ગૃહમંત્રી અને નાણામંત્રીએ પણ ટિપ્પણી કરી હતી. ત્યારે હવે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓના નિવેદનોને રાહુલ ગાંધીએ મુદ્દો બનાવ્યો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નિવેદનના કારણે લોકોએ શેરબજારમાં કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ સમગ્ર મામલે કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવતા JPC તપાસની માંગ કરી છે. આ સાથે તેમણે એક્ઝિટ પોલને પણ જવાબદાર ગણાવ્યા છે.
 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, 'શેરબજારમાં સરકાર તરફથી કરાયેલી ટિપ્પણીઓથી લાખો શેરબજારના રોકાણકારોને નુકસાન થયું. તેનાથી રોકાણકારોના 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ ભારતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે. તેની સંસદીય સમિતિ પાસે તપાસ કરાવવી જોઈએ.' રાહુલે કહ્યું કે, 'અમે નોટ કર્યું કે ચૂંટણીના સમયે પ્રધાનમંત્રીએ, ગૃહમંત્રી અને નાણામંત્રીએ સ્ટોક માર્કેટ પર ટિપ્પણી કરી. પ્રધાનમંત્રીએ બે-ચાર વાર દેશને કહ્યું કે, સ્ટોક માર્કેટ ઝડપથી આગળ વધવા જઈ રહ્યું છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે કહ્યું.'

'ભાજપના આંતરિક એક્ઝિટ પોલમાં 220 બેઠકો મળી રહી હતી'

અમિત શાહ કહે છે કે, '4 જૂન પહેલી શેર ખરીદો. મોદી કહે છે કે, 4 જૂનને સ્ટોક ખરીદો. 1 જૂને મીડિયા ખોટા એક્ઝિટ પોલ બતાવે છે. ભાજપનો જે આંતરિક એક્ઝિટ પોલ હતો, તેમાં તેને 220 બેઠકો મળી રહી હતી. આંતરિક એજન્સીઓએ સરકારને 220 થી 230 બેઠકો મળવા અંગે જણાવ્યું હતું. સ્ટોક માર્કેટ 3 જૂને તમામ રેકોર્ડ તોડી દેશે અને 4 જૂને ધડામ થઈ જાય છે.' 

'શેરબજારમાં થયું સૌથી મોટું નુકસાન'

રાહુલે કહ્યું કે, 'આ બતાવે છે કે કોઈ ને કોઈ ગોટાળો થઈ રહ્યો છે. હજારો કરોડ રૂપિયા અહીં રોકાણ થયા. સ્ટોક માર્કેટ તૂટ્યા બાદ 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ જે તમે જોઈ રહ્યા છો તે સ્ટોક માર્કેટના ઈતિહાસનું સૌથી મોટું નુકસાન છે.'

'અમે આ કૌભાંડને લઈને જેપીસીની માંગ કરીએ છીએ'

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ કર્યો કે, 'પ્રધાનમંત્રીએ દેશની જનતાને રોકાણની સલાહ શા માટે આપી? શા માટે ગૃહમંત્રીએ તેમને સ્ટૉક ખરીદવાનો આદેશ આપ્યો? મોદીજીના આ જે ફેક ઈન્વેસ્ટર છે અને જે વિદેશી રોકાણ કાર છે. તેમની વચ્ચે શું સંબંધ છે અને જો સંબંધ છે તો તેની તપાસ થવી જોઈએ. આને લઈને અમારી પાસે સવાલ છે. અમે આ કૌભાંડને લઈને જેપીસીની માંગ કરીએ છીએ. આ સમગ્ર મામલે રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. આ એક ગુનાહિત કૃત્ય હતું.'

'એક્ઝિટ પોલના કારણે લોકોના 30 લાખ કરોડ ડૂબ્યા'

રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને કૌભાંડ ગણાવતા કહ્યું કે, 'એક્ઝિટ પોલના કારણે શેરબજારમાં લોકોના 30 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. તેની ક્રોનોલોજી સમજો. ભાજપ, નકલી એક્ઝિટ પોલ કરાવનારાઓ અને શંકાસ્પદ વિદેશી રોકાણકારો વચ્ચે શું સંબંધ છે, જેમણે એક્ઝિટ પોલ જાહેર થવાના એક દિવસ પહેલા રોકાણ કર્યું અને પાંચ કરોડ વેતનની કિંમત પર મોટો નફો કર્યો? અમે તેની તપાસ જેપીસીથી કરાવવાની માંગ કરીએ છીએ.'

'શું રોકાણકારોને સલાહ આપવી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું કામ છે'

રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, 'પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ શેરબજારમાં રોકાણ કરનારા પાંચ કરોડ પરિવારોને વિશેષ રોકાણની સલાહ શા માટે આપે? શું રોકાણની સલાહ આપવાનું તેમનું કામ છે? બંને ઈન્ટરવ્યૂ એક જ મીડિયા હાઉસને શા માટે અપાયા, જેના માલિક એક જ વ્યાપારિક સમૂહ છે, જે સ્ટૉકમાં હેરાફેરી માટે સેબીની તપાસના દાયરામાં છે?'

જણાવી દઈએ કે, ચૂંટણી પરિણામોમાં NDAને મળેલી બહુમતી બાદ હવે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. મોદી 8 જૂને પ્રધાનમંત્રી પદના શપથ લેશે. આ પહેલા 7 જૂને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની એક મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં નરેન્દ્ર મોદીને ગઠબંધના સંસદીય દળના નેતા પસંદ કરાશે. તેના બીજા જ દિવસે એટલે કે 8 જૂને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ 8 જૂને વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે.
 

    follow whatsapp